Thursday, April 25, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર : અશોક ગેહલોત

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર : અશોક ગેહલોત

- Advertisement -

ગુજરાતની ધુરા સંભાળનાર કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આજે પાલડી સ્થિત કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. ગુજરાતમાં ફોન કરો અને તમને દારૂ મળી જાય છે.
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ગહેલોતે કોંગ્રેસી કાર્ય કરોને બેઠા થવાની શીખ આપી, પ્રજાલક્ષી કામમાં જોતરાઇ જવાની વાત કરી હતી. આજે પણ ગ્રામ્યજન કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ભાજપથી પ્રજા ત્રસ્ત છે. તેવા રાજકીય પક્ષ ગુજરાતમાં ચાલતો જ નથી. મોંઘવારીની વાત કરવાને બદલે ભાજપ લોકોને બિજા પાટા પર ગાડી લઇ જવાનો પ્રયત્ન કરે છે.ચૂંટણી આવે એટલે વાણી વિલાસ અને વાયદાથી લોકોને ગોળી પીવડાવે છે. કોંગ્રેસે દેશનો જુનો પક્ષ છે.

- Advertisement -

અમે ખરીદ વેચાણમાં માનતા નથી, પ્રલોભનોનો સ્વિકાર અમે કર્યો જ નથી, ટૂંકા સ્વાર્થ માટે દેડકા-દેડકા મારે છે. પણ તેનું કંઇ ઉજળું થવાનું નથી. તેમણે તો અભેરાઇ ઉપર બેસી જવાનું છે. તેથી કુદમ-કુદ કરવાની જરૂર નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular