Monday, August 3, 2026
Homeરાજ્યજામનગરબોલાચાલીનો ખાર રાખી વૃદ્ધા ઉપર પિતા-પુત્ર દ્વારા પથ્થર વડે હુમલો

બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધા ઉપર પિતા-પુત્ર દ્વારા પથ્થર વડે હુમલો

જામનગરમાં લાલપુર બાયપાસ પાસે કુબેર પાર્ક નજીક બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ શનિવારે રાત્રિના સમયે વૃદ્ધાના ઘરે પથ્થરોના છુટા ઘા કરી હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે બુદ્ધનગર નજીક આવેલા કુબેર પાર્ક-1/2માં રહેતાં લક્ષ્મીબેન હરિશભાઇ સાગઠિયા (ઉ.વ.60) નામના વૃદ્ધાનો ભાણેજ સુજલ મેહુલ મનસુખ બગડા સાથે ફરતો હતો અને થોડાં દિવસ પહેલા વૃદ્ધાની દીકરી કંકુબેન સાથે બોલાચાલી થઇ હતી. તે બાબતનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે મેહુલના પિતા મનસુખ દેવશી બગડા અને નિલેશ મનસુખ બગડા નામના બે શખ્સોએ પોતાની છત પરથી વૃદ્ધાના રસોડાની છત પર ચઢી પથ્થરોના છુટા ઘા મારી વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધાને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. ડી. જી. રામાનુજ તથા સ્ટાફે વૃદ્ધાનું નિવેદન નોંધી પિતા-પુત્ર વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular