Saturday, October 16, 2021
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચાલતા જૂગાર અખાડા સ્થળે એલસીબી ત્રાટકી

જામનગર શહેરમાં ચાલતા જૂગાર અખાડા સ્થળે એલસીબી ત્રાટકી

યાદવનગરમાં રહેણાંક મકાનમાં દરોડો : રૂા.73,450 ની રોકડ રકમ અને મોબાઇલ સહિત રૂા.2,33,450નો મુદ્દામાલ કબ્જે : 9 શખ્સોની અટકાયત

- Advertisement -

જામનગર શહેરના ઢીચડા રોડ પર ગૌશાળાની બાજુમાં આવેલા યાદવનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચાલતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નવ શખ્સોને રૂા.73450 ની રોકડ રકમ અને રૂા.40 હજારના સાત મોબાઇલ તથા રૂા.1.20 લાખની ત્રણ બાઈક મળી કુલ રૂા.2,33,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડી-ઢીચડા રોડ પર આવેલ યાદનગર વિસ્તારમાં રહેતા નાથા ડાડુ નંદાણિયા તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની એલસીબીના વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન નાથા ડાડુ નંદાણિયા, રામશી ભીમશી ઉર્ફે ભીમા કંડોરિયા, રામા આલા કંડોરિયા, માલદે ઉર્ફે મુકેશ પબા કરંગીયા, મંગા મુળુ કરંગીયા, દેશુર કાના કરંગીય, હરદાસ જીવા નંદાણિયા, ગોવા નારણ લગારીયા, અજય સાજણ કરંગીયા નામના નવ શખ્સોને રૂા.73450 ની રોકડ રકમ અને 40 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ તથા રૂા.1.20 લાખની કિંમતના ત્રણ બાઈક સહિત રૂા.2,33,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular