Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરતમાચણની સીમમાં દારૂની હેરાફેરી કરે તે પહેલાં એલસીબીની ત્રાટકી

તમાચણની સીમમાં દારૂની હેરાફેરી કરે તે પહેલાં એલસીબીની ત્રાટકી

322 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો : 4 લાખની કિંમતની કાર અને દારૂ તથા મોબાઇલ કબ્જે : દારૂ સપ્લાય કરનાર અને મંગાવનારના નામો ખૂલ્યા

- Advertisement -

જામનગર તાલુકાના તમાચણ ગામની સીમમાં રેલવે ફાટક પાસેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી એક શખ્સને 332 બોટલ દારૂ અને એક કાર તથા મોબાઇલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં વધુ બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના તમાચણ ગામની સીમમાં રેલવે ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલોનો હેરાફેરી કરાતી હોવાની ક્રિપાલસિંહ જાડેજા, ધાના મોરી અને કલ્પેશ મૈયડને મળેલી બાતમીના આધારે હોવાની બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન એલસીબીની ટીમે રેઈડ દરમિયાન કારની તલાસી લેતા તેમાંથી રૂા.1 લાખની કિંમતની ઈંગ્લીશ દારૂની નાની-મોટી 322 બોટલો મળી આવી હતી. તેમજ રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.4 લાખની કિંમતની જીજે-03-એફકે-8368 નંબરની કાર મળી કુલ રૂા.5,05,000 ના મુદ્દામાલ સાથે અરજણ એભા ભારવડિયા (રહે. જામનગર) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો મંગાવનાર તમાચણ ગામનાં લખમણભાઈ ઉર્ફે લખન પરબત ભુસા ચાવડિયા અને દારૂ સપ્લાય કરનાર નાઘેડીના રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીની ટીમે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બુટલેગર અને દારૂ મંગાવનાર બંને શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular