જામનગર શહેરના માણેકનગર વિસ્તારમાં લાલાવડી રોડ પર રહેતો અને શાકભાજીના ધંધો કરતા શખ્સને એલસીબી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલવાડી રોડ પરના માણેકનગરમાં વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો વિરુમલ ચમનમલ નાગપાલ નામનો શખ્સ વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઈડ દરમિયાન વિરૂમલને ઝડપી લઇ તેની પાસેથી રૂા.5230 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ અને વર્લીના સાહિત્ય મળી કુલ રૂા.10230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગારમાં પીસી (રહે. જામનગર), મામા ચોકીદાર (રહે. જામનગર), કરણભાઈ નાનાણી (રહે.કડિયાવાડ-જામનગર) નામના શખ્સોની સંડોવણી ખુલતા એલસીબીએ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.