Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારકેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નંદપરમાં સીસી રોડ અને માઇનોર બ્રિજનું લોકાર્પણ

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નંદપરમાં સીસી રોડ અને માઇનોર બ્રિજનું લોકાર્પણ

મંત્રીએ રૂ.5.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર જામવંથલી ઉંડ-1 ડેમ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કર્યું

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિવિઘ ગામોમાં રૂ.9 કરોડ 50 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મંત્રીએ રૂ.5.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર જામવંથલી- ઊંડ 1 ડેમ એપ્રોચ રોડના વિકાસ કાર્યનું ખાતમુહર્ત કર્યું હતું. 6.50 કિમીની લંબાઈ ધરાવતા નવા રોડનું નિર્માણ કરવામાં આવશે.

તેમજ નંદપુર- ગાયત્રીનગર- વીરપર રોડ પર રૂ.125 લાખના ખર્ચે 7 મીટરના 8 ગાળાના માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત, જામનગર તાલુકાના નંદપર- બજરંગપુર ગામ વચ્ચે રૂ.3 કરોડના ખર્ચે 5.50 કિમીની લંબાઈ ધરાવતા નવનિર્મિત સીસી રોડનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ” ગાયત્રીનગર- વીરપર ગામ વચ્ચે પાકો રોડ બન્યો હોવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. તેમજ માઈનોર બ્રીજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલ્દીથી પહોંચી શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સુચારુ માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં અનેકવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ લોકપ્રશ્ર્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસકાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.

નંદપર, ગાયત્રીનગર અને વીરપર- આ ત્રણ ગ્રામ પંચાયતો દ્વારા સંયુક્તપણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, અગ્રણી રમેશભાઇ મુંગરા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, સરપંચ જગદીશભાઈ હાડીયા, અગ્રણીઓ ભરતભાઈ બોરસદિયા, મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ, અન્ય પદાધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular