Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલમાં પ્રોસ્થોડોન્ટીકસ ડેની ઉજવણી

જામનગરમાં ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલમાં પ્રોસ્થોડોન્ટીકસ ડેની ઉજવણી

- Advertisement -

જામનગરમાં સ્થિત ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થેટિક વિભાગ દ્વારા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત વર્લ્ડ પ્રોસ્થોડોન્ટીકસ ડે- 2024 ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોસ્થેટિક ફલેર, લોગો ડીઝાઈન, ટેગ લાઈન રાઈટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ડેન્ટલ કોલેજના વિધાર્થીગણ, ડોક્ટર્સ ટીમ અને અન્ય સ્ટાફગણ દ્વારા ડેન્ટલ મટીરિયલ્સનો ઉપયોગ કરીને ઓન ઘી સ્પોટ વૈવિધ્યપૂર્ણ કલાકૃતિઓનું આર્ટ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમના બીજા દિવસે ઙજ્ઞિતવિંજ્ઞ છીક્ષ 5 સળ મેરેથોન દોડનું રોઝીબંદર રોડ ખાતે વ્યવસ્થાપૂર્ણ આયોજન કરાયું હતું. જેમાં 190 જેટલા લોકોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ મેરેથોનનું દોડ રંગોલી કોર્પોરેટ, રાજવંશ ઈન્ડસ્ટ્રી તેમજ ડ્રીમ ડેકોર ફર્નિચરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ત્રીજા દિવસે “PROSTHODONTIST DAY પ્રોસ્થોડો્ટીસ્ટ ડે” તરીકે ડેન્ટલ વિદ્યાશાખાના તમામ પ્રોસ્થોડોન્ટસ્ટ દ્વારા દાંતના ચોકઠા, ફિક્સ દાંતના બ્રિજ ઈમપ્લાન્ટસ પરના ફિક્સ દાંત, ચોકઠા, સ્માઈલ ડીઝાઈનીંગ, મ્યુકરમાયકોસિસ, અન્ય કેન્સરગ્રસ્ત ડીફેક્ટ જન્મજાત તાળવા હોઠની ફાટની સારવાર, દર્દીઓના મોઢાની ડીફેક્ટમાં બનાવવામાં આવતા સ્પેશિયલ ચોકઠા વિષે માહિતી પુરી પાડવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પ્રોસ્થેટિક વિભાગ દ્વારા સમાજના નાગરિકો તેમજ દર્દીઓમાં આ વિભાગ દ્વારા થતી વિવિધ સારવાર અને તેના લાભ અંગે માહિતી- માર્ગદર્શન અને જનજાગૃતિના હેતુસર કરવામાં આવતી હોય છે.

- Advertisement -

આ ઉપરાંત, જામનગરના પ્રાઇવેટ પ્રોસ્થોડાન્ટીસ્ટ ડો.અપૂર્વા ગુપ્તા દ્વારા આ ક્ષેત્રે થયેલા આધુનિકીરણ, અત્યાધુનિક ટેક્નોલોજી, મટીરિયલ, વિવિધ ઉપચાર પદ્ધતિઓ, મશીનરી તેમજ સારવારમાં થયેલા રીવોલ્યુશનરી ચેન્જ પર પ્રકાશ પાડતું લેકચર આપવામાં આવ્યું હતું. પ્રોસ્થેટિક વિભાગ દ્વારા કાર્યક્રમના અંતે જામનગરના તમામ પ્રોસ્થોડોન્ટીસ્ટ તજજ્ઞોનું મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ વિભાગના વડા ડો.કવિતા ગુપ્તા, સિનિયર મોસ્ટ ડો.સંજય ઉમરાણીયા, સમગ્ર પ્રોસ્થેટિક વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો.નયનાબેન પટેલની માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular