જામનગર શહેરના સ્વામિનારાયણ નગરમાં રહેતાં યુવકને તેની પૂર્વપ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળીને ફોન પર અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના સ્વામિનારાયણનગર ફોરેસ્ટ ક્વાટર્સ પાછળ આવેલા વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં સંજય ભિમજીભાઇ ધવડ (ઉ.વ.23) નામના યુવકને હેમાક્ષી ગોંડલીયા નામની યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ છેલ્લા બે માસથી યુવકને યુવતિ સાથે કોઇ વ્યવહાર ન હતો. તે દરમિયાન હેમાક્ષીએ તેના હાલના પ્રેમી વિમલ રાઠોડ સાથે સંજયને ફોન કરીને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. પૂર્વપ્રેમિકા દ્વારા ફોન પર ધમકી અપાતા આ અંગેની જાણ પોલીસમાં કરી હતી. જેના આધારે હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે યુવકના નિવેદનના આધારે યુવતિ સહિત બે શખ્સો વિરુધ્ધ ગાળો કાઢી ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.