Friday, September 13, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં વિદ્યાર્થિનીના આપઘાત બનાવમાં ગ્રામજનો દ્વારા શંકા

ભાણવડમાં વિદ્યાર્થિનીના આપઘાત બનાવમાં ગ્રામજનો દ્વારા શંકા

પોલીસને જાણ કર્યા વગર જ મૃતદેહ ઉતારી હોસ્પિટલે ખસેડાયો : મૃતક વિદ્યાર્થિનીને હોસ્પિટલે મૂકી શાળાના સંચાલકો નાશી ગયા: તાકીદે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ સાથે જવાબદારો સામે પગલા લેવાની માંગ

- Advertisement -

ભાણવડમાં રહેતી અને નવમાં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની તરુણ વિદ્યાર્થીનીએ તાજેતરમાં ગળાફાંસો ખાઈને તેણીની હોસ્ટેલના રૂમમાં જ આપઘાત કરી લીધાના શંકાસ્પદ મનાતા બનાવ સંદર્ભે ભાણવડ તાલુકાના રબારી સમાજ સહિતના ગ્રામજનોએ ભાણવડના મામલતદારને એક લેખિત આવેદનપત્ર પાઠવી અને આ રહસ્યમય આપઘાત પ્રકરણ સંદર્ભે તાકીદે તટસ્થ તપાસ તેમજ ગુનેગારોને સજા મળે તે માટેની લેખિત રજૂઆત કરી છે.

- Advertisement -

ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા એક પરિવારની નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની પુત્રી સેજલબેન રૂડાભાઈ કોડીયાતરએ પોતે જે આ વિસ્તારની શિવકૃપા વિદ્યાલય અને શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી, તે જ હોટેલના રૂમમાં તારીખ 13 એપ્રિલના રોજ વહેલી સવારે ગળાફાંસો ખાઈ લેતા આપઘાત બાદ સેજલબેનના મૃતદેહના પોલીસને પંચનામા કે જાણ કર્યા વગર જ ઉતારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વિદ્યાર્થીને હોસ્પિટલે મૂકી અને શાળાના સંચાલકો નાસી છૂટ્યા હોવાનું આ આવેદનમાં જણાવાયું છે.

જે શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હોય, તે જ હોસ્ટેલમાં આવી અઘટિત દુ:ખદ ઘટના બની હોય, છતાં પણ હોસ્ટેલ સંચાલકોની નીતિ-રીતેને અરજદારોએ શંકાસ્પદ ગણાવી છે. મૃતક તરુણીના પરિવારના સભ્યો દ્વારા શાળા સંચાલકોને ફોન કરીને જ્યાં પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું, ત્યારે સરકારી હોસ્પિટલમાં બોલાવવા છતાં પણ જવાબદાર વ્યક્તિઓ આવ્યા ન હોવાનું જણાવી અને મૃતક વિદ્યાર્થીનીને કોઈપણ જાતનું આર્થિક કે પરિવારનું દબાણ ન હોવા છતાં પણ તેણી સાથે કોઈ અઘટીત ઘટના બની છે કે કેમ તેમ વધુમાં જણાવી આ અંગે સચોટ અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણમાં સગીરા સાથે અન્ય કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની તપાસ સાથે તેણીને આપઘાત માટે મજબૂર કરનાર કોઈ ગુનેગાર સાબિત થાય તો તેના પર ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી અને દાખલારૂપ સજા મળે તે માટેની સવિસ્તૃત માંગ આ અરજીમાં કરવામાં આવી છે. આ અરજીની નકલ ગૃહ રાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, સાંસદ, વિગેરેને પણ મોકલવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular