Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કથાનું સમાપન

જામનગરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કથાનું સમાપન

- Advertisement -

છોટીકાશીના આંગણે રૂડો અવસર આવ્યો હતો. જામનગરના મધ્ય સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા પુજય જીગ્નેશ દાદા (રાધે રાધે)ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવતનું સુંદર આયોજન કરાયું હતું. જેની ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે સમાપન થયું હતું.

- Advertisement -

રાત્રિ કથાના અનોખા વિચાર સાથે યુવા પેઢી આ પ્રસંગનો લાભ લઇ શકે તેવા સદવિચારોથી આ આયોજન કરાયું હતું. જેનો સમગ્ર જામનગરવાસીઓએ લાભ લીધો હતો. સાત દિવસની આ સપ્તાહના દરેક દિવસે જુદા જુદા પ્રસંગોને ભકિતમાં તરબોળ થઈને લોકોએ ઉજવણી કરી હતી. પોથીયાત્રામાં જીગ્નેશ દાદાના ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. ત્યારથી લઇને અંતિમ દિવસ સુધી ભકતોએ આ કથાનું ખૂબ ઉમંગથી રસપાન કર્યુ હતું.

વામનજન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, કૃષ્ણ રૂક્ષ્મણિ વિવાહમાં ખૂબ જ ઉત્સાહ સાથે દરેક પ્રસંગો ઉજવ્યા બાદ ગઈકાલે કથાના અંતિમ દિવસે ભકિતની હેલી ઉમટી હતી. લોકોએ ભકિત અને ઉલ્લાસ સાથે કથાવિરામની ઉજવણી કરી હતી. તેમજ જીગ્નેશ દાદાને ભીની આંખે વિદાઇ આપી હતી. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કોંગે્રસ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને વિરામનો લાભ લીધો હતો.

- Advertisement -

આ ભાગવત સપ્તાહનું આયોજન શ્રીકૃષ્ણ મિત્ર મંડળના રમણિકલાલ વિઠ્ઠલદાસ રાજાણી, પ્રવિણભાઈ દત્તાણી, કનુભાઇ કોટક, હસમુખભાઈ કરશનભાઈ દત્તાણી, કલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ હડિયેલ, કાલીદાસ વિઠ્ઠલદાસ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, ઉમંગભાઈ દિનેશભાઈ રાજાણી, ખોડીદાસભાઈ ધામેચા (લંડન), ત્રિભુવનદાસ ત્રિકમજી જોબનપુત્રા, અમૃતલાલ લક્ષ્મીદાસ કટારીયા, વસંતરાય નારણદાસ ચગ,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular