Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કલાત્મક તાજિયા પડમાં આવ્યા

જામનગરમાં કલાત્મક તાજિયા પડમાં આવ્યા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં મહોરમના તહેવાર અંતર્ગત ગતરાત્રિના જુદાં-જુદાં વિસ્તારોમાં અનેક જમાતના કલાત્મક અને પ્રખ્યાત તાજિયાઓ પડમાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગરના કલાત્મક  વિશ્વકક્ષાએ પ્રસિધ્ધ થઈ ગયા છે. તેમજ શહેરમાં કુલ 29 પરવાનાવાળા તાજિયા છે જેમાં ચાંદીના તાજિયાનું મહત્વ અલગ હોય છે. આ તાજિયો રાજવી પરિવાર દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ તાજિયાનો વજન 190 કિલો છે. ઉપરાંત ચાંદીના તાજિયાના દર્શન કરવાથી માનતા પૂર્ણ થાય તેવી માન્યતાઓ છે. શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં તાજિયના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો અને છેલ્લાં એક સપ્તાહથી આ તહેવારની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં કુરેશી જમાતના તાજિયાની એક લાખ જેટલી એલઈડી લાઇટોથી શણગારવામાં આવ્યો હતો. આજે સાંજે તાજિયા જુલુસના રૂપમાં જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને ત્યારબાદ રાત્રિના ટાઢા કરવામાં આવશે. મહોરમના તહેવાર દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કરબલાના શહીદ હસન અને હુશેન સહિતનાઓની યાદમાં મહોરમના તહેવારમાં જામનગર શહેરના બેડી, ધરારનગર, જોડિયાભુંગા, સુમરાચાલી, કાલાવડ નાકા બહાર પટણીવાડ, લંઘાવાડ, અકબરશા મસ્જિદ ચોક, મકવાણા, અમનચમન સોસાયટી, મીરાદાતાર ચોક, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં તાજિયાના જુલુસ યોજાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular