Sunday, July 21, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકના પ્રસુતાને 108 માં પ્રસુતિ

કલ્યાણપુર પંથકના પ્રસુતાને 108 માં પ્રસુતિ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ચુર ગામના વાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષના એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગેની જાણ તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી 108 ને કરવામાં આવી હતી. જે સંદર્ભે 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. ભરત બાંભણિયા તથા પાયલોટ મનોજભાઈ તાકીદે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

- Advertisement -

આ સ્થળે રહેલા સગર્ભાને પ્રસુતિની પીડા વધતા આ મહિલાની પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરવાની અનિવાર્ય જણાતા આખરે એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરી અને ત્યારબાદ માતા તથા નવજાત બાળકને કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, 108 દ્વારા સગર્ભા મહિલા તથા નવજાત બાળકને નવજીવન મળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular