Saturday, July 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરની પ્રતિભાશાળી ખેલાડી દેવાંશી પાગડાએ ટેક્વોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગરની પ્રતિભાશાળી ખેલાડી દેવાંશી પાગડાએ ટેક્વોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગરની ઉભરતી અને પ્રતિભાશાળી ખેલાડી દેવાંશી ડી. પાગડાએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવીને સમગ્ર જામનગર શહેર અને પોતાની શાળાનું નામ રોશન કર્યું છે. દેવાંશીએ અજીતસિંહજી ક્રિકેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જામનગર ખાતે યોજાયેલી SGFI U-14 ગર્લ્સ ટેક્વોન્ડો ફાઇટ (-38 કિ.ગ્રા. કેટેગરી) સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પોતાના નામે કર્યો છે.

- Advertisement -

દેવાંશીની આ અસાધારણ સફળતા પાછળ તેની સખત મહેનત અને NSK એકેડેમીના હેડ કોચ સરફરાજ નોયડા તથા સમગ્ર કોચિંગ સ્ટાફનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રેરણારૂપ રહ્યું છે.

આ ભવ્ય સિદ્ધિ બદલ દેવાંશીના પરિવારજનો, શાળાના આચાર્ય, શિક્ષકો, કોચિંગ સ્ટાફ તેમજ જામનગરના રમત પ્રેમીઓએ તેને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેના ઉજ્જ્વળ રમતગમતના ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular