જામનગરના રાહુલ મોદી (પુષ્પક લોજિસ્ટિક)એ મુંબઇ ખાતે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલાની ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેરીટાઇમ સેન્ટર (આઇએમસી)ના ચેરમેન તરીકે કાર્યભર સંભાળ્યો છે. આઇએમસી બોર્ડ ઓફ ડિરેકટર્સની 12મી બેઠકમાં રાહુલ મોદી ચેરમેન તરીકે ચૂંટાયા હતાં, સાથે મનીષ પ્રધાન વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતાં. મોદી, જેઓ કોસ્ટલ ક્ધટેનર ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન (સીસીટીએ)ના પ્રમુખ અને નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય છે, તેઓ દેવકી નંદનના અનુગામી તરીકે ચેરમેન બન્યા છે.
2 ઓકટોબરના મુંબઇ ખાતે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલાની હાજરીમાં ઇન્ડિયન મેરીટાઇમ સેન્ટર (આઇએમસી)ના ચેરમેન તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાહુલ મોદી ચેરમેન અને મનીષ પ્રધાન વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતાં.


