Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પોલીસવડા દ્વારા ખાનગી ટયુશન કલાસ સંચાલકો સાથે બેઠક

જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા ખાનગી ટયુશન કલાસ સંચાલકો સાથે બેઠક

વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા ટયુશન કલાસ સંચાલકોને અવગત કરાયા

- Advertisement -

રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ આનંદ પ્રમોદના સ્થળ, શૈક્ષણિક સંકુલો, ટ્યુશન ક્લાસ વગેરેમાં સુરક્ષા બાબતે સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં જામનગર શહેરના તમામ ખાનગી ટ્યુશન ક્લાસ સંચાલકોની એક બેઠક યોજાઈ હતી, જેમાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવનારા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ટ્યુશન ક્લાસ સંચાલકો સાથે વિચાર વિમર્ષ કરીને અવગત કરાયા હતા.

- Advertisement -

જામનગર શહેરમાં ચાલતા ખાનગી કોચિંગ ક્લાસના એસોસિયેશન દ્વારા એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં અધ્યક્ષ સ્થાને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા.

તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ પ્રોબેશનલ પીએસઆઈ આર.ડી. રબારી ઉપરાંત રીડર પી.એસ.આઇ. પી.એન.મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે કોચિંગ ક્લાસીસ એસોસિએશન વતી પ્રમુખ જતીન સોમૈયા, ભરતેશ શાહ, ધીરેનભાઈ મોનાણી, અશ્વિનભાઈ કોટેચા સહિતના ટયુશન ક્લાસ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ ટયુશનક્લાસના સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે જરૂરી સુચનો કરાયા હતા. પ્રત્યેક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના પરિવારના એકનું એક સંતાન હોવા છતાં કોચિંગ ક્લાસ સંચાલકોનો ભરોસો કરીને અભ્યાસર અર્થે આવતા હોય છે. આવા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા ની જવાબદારી કોચિંગ કલાસસંચાલકોની રહે છે.

જેથી ટયુશન ક્લાસમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરીને તેની જરૂરથી અમલવારી થાય, તે પ્રકારે ના સૂચનો કર્યા હતા. ખાસ કરીને ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓ માટેની બેઠક અને તેઓના પ્રવેશદ્વાર અને બહાર નીકળવા માટેના બંને દરવાજા અલગ રહે તે રીતે, ઉપરાંત કલાસીસ ની અંદર ઇલેક્ટ્રીફીકેશન ચોક્કસ માધ્યમથી ફીટ કરાયેલું છે કે કેમ, તે સમગ્ર બાબતની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે, જેના પર ભાર મૂક્યો હતો. તમામ ટ્યુશન ક્લાસ સંચાલકો વગેરેએ જિલ્લા પોલીસ વડાના સૂચનોને આવકાર આપ્યો હતો, અને તેની ચોક્કસપણે અમલવારી થાય તેવી પણ આ બેઠકમાં ખાતરી અપાઈ હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular