Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરછેલ્લાં એક વર્ષથી અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને ઝડપી...

છેલ્લાં એક વર્ષથી અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

- Advertisement -

છેલ્લાં એક વર્ષથી પંચ-એ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે જુનાગઢના વિસાવદર ખાતેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પંચ-એ પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર પંચ-એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલ યુવતીના અપહરણના કેસનો આરોપી મુકેશ નેરૂ મહેડા એક વર્ષથી નાસતો ફરતો હોય હાલ આરોપી તથા ભોગ બનનાર જુનાગઢના વિસાવદર તાલુકામાં શેતરજ વડાળા ગામની સીમમાં હોવાની પેરોલ ફર્લો સ્કવોડના કાસમભાઇ બ્લોચ, ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા તથા ભરતભાઇ ડાંગરને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલસીબીના ઇન્ચાર્જ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એ.એસ.ગરચર એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના હેકો.નિર્મળસિંહ જાડેજા તથા પો.કો.બળવંતસિંહ પરમાર દ્વારા આરોપી મુકેશ નેરૂ મહેડા તથા ભોગ બનનારને જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શેતરજ વડાળા ગામની સીમમાંથી ઝડપી લઇ જામનગર પંચ-એ પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular