Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જામનગર લોકસભા બેઠક બુથ...

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જામનગર લોકસભા બેઠક બુથ પ્રમુખ સંમેલન યોજાયું

લોકસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષના આહવાન મુજબ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું : સાંસદ અને જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ ઉપરાંત જામનગર-દ્વારકાના પ્રમુખો, ધારાસભ્યો, પૂર્વમંત્રીઓ સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત : કાર્યક્રમ સ્થળે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત : કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચે તે પૂર્વે બહારથી ક્ષત્રિય યુવાનોની અટકાયત : 18 એપ્રિલના રોજ પૂનમબેન માડમ ઉમેદવારી ફોર્મ ભરશે

- Advertisement -

- Advertisement -

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજરોજ જામનગર આવ્યા હતાં. જામનગર શહેરના ઓશવાળ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી બુથ પ્રમુખ સંમેલનમાં જામનગર તથા દ્વારકા જિલ્લાના બુથ પ્રમુખો, હોદ્ેદારો, કાર્યકરોની તેમણે આગામી લોકસભા ચૂંટણીને લઇ માર્ગદર્શન આપ્યું હતું અને દરેક બુથમાંથી જંગી લીડ મળે તે માટે કામે લાગી જવા પણ આહવાન કર્યું હતું. સી.આર. પાટીલના આગમનને લઇ ઓશવાળ સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સમગ્ર બંદોબસ્તનું નિરિક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમને લઇ ઓશવાળ સેન્ટરના ગેઇટ બહાર રાજપૂત સમાજના યુવાનો વિરોધ માટે પહોંચી જતાં પોલીસ દ્વારા યુવાનો વિરોધ કરે તે પૂર્વે જ તેમની અટકાયત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ છે. ત્યારે જામનગર બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમ આગામી તા. 18 એપ્રિલના રોજ સંભવત: ઉમેદવારી ફોર્મ ભરશે. તેમ શહેર ભાજપ પ્રમુખે નિવેદનમાં જણાવ્યું હતું.

જામનગર સહિત ગુજરાતની 26 લોકસભાની બેઠકોની ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા સહિતની કામગીરી આજથી પ્રારંભ થઇ ચૂકી છે. ત્યારે આજરોજ જામનગર શહેરના ઓશવાળ સેન્ટર ખાતે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કાર્યકરોને સંબોધન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાતની લોકસભા બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા માટે આહવાન કર્યું છે. ત્યારે જામનગર લોકસભા બેઠકના તમામ બુથોમાં જંગી મતદાન થાય અને ભાજપાને જંગી લીડ મળે તે માટે આજના આ બુથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પુરું પાડયું હતું. આ બુથ પ્રમુખ સંમેલનમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્ેદારો બુથ પ્રમુખો સહિતના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

આ બુથ સંમેલનનો પ્રારંભ દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, 12-જામનગર લોકસભાના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, દેવભૂમિ દ્વારકા ભાજપ પ્રમુખ મયૂરભાઇ ગઢવી, ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઇ ચાવડા, જામનગરના મેયર વિનોદભાઇ ખિમસુર્યા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, આર.સી. ફળદુ, પરમાણંદભાઇ ખટ્ટર, ચિમનભાઇ શાપરીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, ચિરાગભાઇ કાલરીયા, પૂર્વ શહેર ભાજપ ભાજપ પ્રમુખો મુકેશભાઇ દાસાણી, અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, નિલેશભાઇ ઉદાણી, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા સહિતના જામનગર તથા દેવભૂમિ દ્વારકા શહેર-જિલ્લાના હોદ્ેદારો, અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ક્ષત્રિય સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો હોય, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના આ સંમેલનને લઇ ઓશવાળ સેન્ટર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સુરક્ષા વ્યવસ્થામાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો અધિકારીઓનો પોલીસ કાફલો તેમજ પોલીસ જવાનો મોટી સંખ્યામાં સુરક્ષા બંદોબસ્તમાં ગોઠવાયા હતાં.

- Advertisement -

પુરૂષોત્તમ રૂપાલાનો વિવાદને લઇ જામનગરમાં સી.આર. પાટીલના કાર્યક્રમનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચ્યા હતાં. જ્યાં ઓશવાળ સેન્ટરના ગેઇટ પાસે રાજપૂત સમાજના યુવાનો પહોંચતા પોલીસ દ્વારા બહારથી જ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular