Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર એલસીબી દ્વારા બુટલેગરની પાસામાં ધરપકડ

જામનગર એલસીબી દ્વારા બુટલેગરની પાસામાં ધરપકડ

- Advertisement -

જામનગર જિલ્લામાં બુટલેગર સામે એલસીબી દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા પાછતરડીના શખ્સને ઝડપી લઇ સુરતની લાજપોર સ્થિત મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછપરડી ગામમાં રહેતા મેરુ રામા હુણ (ઉ.વ.31) નામના શખ્સ વિરૂધ્ધ ઈંગ્લીશ પ્રોહિબીશનનો ગુનો નોંધાયેલ હોય. જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કામ ્લચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે પાસાની દરખાસ્ત કલેકટરને મોકલવામાં આવી હતી.

કલેકટરે પાસાની દરખાસ્ત મંજુર કરતા એલસીબીની ટીમે મેરૂ હુણની ધરપકડ કરી સુરત લાજપોર સ્થિત મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular