Tuesday, July 16, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્ત થતા વિદાય

જામનગર જિલ્લા માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્ત થતા વિદાય

વય નિવૃત્તિ પામેલા ટેકનિકલ આસિસ્ટન્ટએ માહિતી પરિવારના સ્ટાફ સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યએ ભરેલ હરણફાળ પ્રગતિમાં પ્રત્યેક જિલ્લા સાથે ખભેખભા મેલાવીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પોષણ, મહિલા સશક્તિકરણ સહિત દરેક ક્ષેત્રમાં સાધેલ પ્રગતિમાં માહિતી અને પ્રસારણ વિભાગની મહત્વપૂર્ણ સહભાગીદારીતા રહી છે.

- Advertisement -

તા.30 સપ્ટેમ્બરના રોજ જિલ્લા માહિતી કચેરી જામનગરના ટેકનિકલ આસિસ્ટન્ટ યોગેશ વ્યાસ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહમાં ઉપસ્થિત રહીને સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસિયા, અધિકારી, કર્મચારીઓ દ્વારા ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

નિવૃત્તિ વેળાએ યોગેશ વ્યાસે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. જામનગર જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર દ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular