Monday, April 20, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાન ઉપર સગાભાઇ સહિતના ત્રણ શખ્સોનો હુમલો

જામનગર શહેરમાં યુવાન ઉપર સગાભાઇ સહિતના ત્રણ શખ્સોનો હુમલો

રિક્ષા પાછી લઇ આવ્યાનો ખાર રાખ્યો : યુવાન ઉપર પાઇપ વડે હુમલો : પતિને છોડાવવા વચ્ચે પડેલી પત્નીને પણ રોડ પર ઢસડી : પતાવી દેવાની આપી ધમકી : પોલીસ દ્વારા આગળની તજવીજ

જામનગરના હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતાં યુવાનની રિક્ષા તેના જ ભાઇએ અન્ય વ્યક્તિને આપી દેતાં રિક્ષા લેવા ગયેલા યુવાન ઉપર તેના જ ભાઇ સહિતના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાનની પત્નીને રોડ ઉપર ઢસડી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના હર્ષદ મિલની ચાલીની જાગૃતિ કોલોનીના બ્લોક નંબર પાંચમાં રહેતાં અલ્તાફ હનિફભાઇ ખીરા (ઉ.વ.34) નામના રિક્ષાચાલક યુવાનની રિક્ષા બે-ત્રણ દિવસ પહેલાં તેના જ સગાભાઇ આસિફ હનિફભાઇ ખીરાએ હાજી સુલ્તાન અલીમામદ ખફી નામના શખ્સને આપી દીધી હતી. જેથી અલ્તાફ તેની રિક્ષા પાછી લઇ આવ્યો હતો. જે બાબતનો ખાર રાખી હાજી સુલ્તાન ખફી, આસિફ હનિફ ખીરા અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ અલ્તાફ ખીરાના ઘર પાસે આવી અલ્તાફ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. લાતો મારતા હતા. જેથી સાજિદાબેન તેના પતિ અલ્તાફને છોડાવવા વચ્ચે પડતાં હાજી સુલ્તાનએ મહિલાને રોડ પર ઢસડી ઇજા પહોંચાડી હતી. તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને મહિલાને ઢસડવાના બનાવમાં હે.કો. પી. પી. જાડેજા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular