Monday, December 23, 2024
HomeવિડિઓVIDEO - ભગવાન દ્વારકાધિશની જલયાત્રા, અપાયું ગાર્ડ ઓફ ઓનર...

VIDEO – ભગવાન દ્વારકાધિશની જલયાત્રા, અપાયું ગાર્ડ ઓફ ઓનર…

- Advertisement -

દ્વારકામાં જીલણા એકાદશીના ઠાકોરજીના બાલ સ્વરૂપની પાલખીયાત્રા યોજાઇ હતી.જેમાં ભગવાન દ્વારકાધીશજીના બાલ્ય સ્વરૂપ ગોપાલજી સ્વરૂપે જગતમંદિરમાંથી બહાર નગરચર્યાએ નિકળ્યા હતા. સોમવારે જગત મંદિરમાંથી આ પાલખી યાત્રા દ્વારકાના રાજમાર્ગો પર નીકળી હતી. પોલીસ દ્વારા રાજાધીરાજની પાલખી યાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

- Advertisement -

આ પાલખી યાત્રામાં દ્વારકા જિલ્લાના એસ.પી. નિતેશ પાંડે, ડીવાયએસપી સમીર સારડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આસ્થાભેર જોડાયા હતા. ભગવાન ભક્તોનેે ઘરે આવે તે રીતે ભાવિકોએ ભગવાનની આ પાલખી યાત્રાનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશ ભગવાનની આ પાલખી યાત્રા નગરચર્યા કરતી કરતી ગામ છેડે પૌરાણિક કક્લાસ કુંડમાં પહોંચી હતી. જયારે ભગવાન અને બ્રાહ્મણોએ નગરના લોકો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું. કકલાશ કુંડ ખાતે ભગવાનનું શાસ્રોક્ત વિધિવિધાનથી પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. દ્વારકા જગત મંદિરની સુરક્ષા કરતી પોલીસ દ્વારા પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular