Wednesday, September 16, 2026
Homeરાજ્યજામનગરમિત્રએ મિત્ર સાથે લેપટોપ અને સોનાનો ચેઇન લઇ વિશ્વાસઘાત કર્યો

મિત્રએ મિત્ર સાથે લેપટોપ અને સોનાનો ચેઇન લઇ વિશ્વાસઘાત કર્યો

પુત્ર માટે મિત્ર પાસેથી લેપટોપ લોન પર લેવડાવ્યું : લગ્નમાં પહેરવા માટે સોનાનો ચેઇન લઇ ગયો : બન્નેની માંગણી કરાતા મિત્રને ગાળો કાઢી ધમકી આપી

જામનગર શહેરના પંચેશ્વરટાવર પાસે રહેતા અને સોનીકામ કરતાં યુવાને તેના પાંચ વર્ષ જૂના મિત્રને લેપટોપ અને સોનાનો ચેઇન આપ્યા બાદ બેન્કમાંથી લોન પણ લઇ લીધી હતી. ત્યારબાદ શખ્સ લેપટોપના હપ્તા ભરતો ન હોવાથી ચેઇનની માંગણી કરતાં યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ મિત્રતામાં મદદ કર્યા બાદ જામનગર શહેરના પંચેશ્વર ટાવરમાં આવેલી કચેરી ફળીની સોની ડેલીમાં રહેતાં હિમાંશુભાઇ જેન્તીલાલ વજાણી નામના યુવાનનો પાંચ વર્ષ જુનો મિત્રો તળાવ ફળી આણંદાબાવાના ચકલામાં રહેતો જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશ સોલંકી નામના મિત્ર પાસે રૂપિયા ન હોવાથી તેના મિત્રને લેપટોપ લેવા માટે હિમાંશુએ રૂા. 99,999ની કિંમતનું લેપટોપ બજાજ ફાઇનાન્સમાંથી અપાવ્યું હતું. ત્યારબાદ ઓકટોબર 2025માં જીજ્ઞેશ લગ્નમાં પહેરવા માટે હિમાંશુનો દસ ગ્રામ 300 મિલી વજનનો 22 કેરેટનો સોનાનો ચેઇન લઇ ગયો હતો. ત્યારબાદ હિમાંશુના નામે ક્રોમાના શો રૂમમાંથી સાઉન્ડ સિસ્ટમ, એચડીએફસી બેન્કમાંથી લોન કરીને અપાવી હતી. આ લોનના હપ્તા માટે જીજ્ઞેશે પહેલો હપ્તો ભર્યા બાદ એકપણ હપ્તો ભર્યો ન હતો. જેથી હિમાંશુએ જીજ્ઞેશને હપ્તા ભરવાનું કહેતા અને સોનાનો ચેઇન પરત માંગતા ઉશ્કેરાયેલા જીજ્ઞેશએ હિમાંશુને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ જીજ્ઞેશ વિરૂઘ્ધ વિશ્વાસઘાત અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular