Wednesday, April 29, 2026
Homeરાજ્યહાલારસલાયામાં આકરા ઉનાળે 10 કલાકના વીજકાપથી પ્રજા ત્રાહિમામ

સલાયામાં આકરા ઉનાળે 10 કલાકના વીજકાપથી પ્રજા ત્રાહિમામ

મોબાઇલ નેટવર્ક અને બેન્ક સર્વર બપોરબાદ ઠપ્પ : સલાયા બન્યું સંપર્કવિહોણું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં ચૈત્ર મહિનાના આકરા ઉનાળામાં પીજીવીસીએલએ સળંગ 10 કલાકનો વીજકાપ ઝિંકી દેતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. લાંબા વીજકાપથી મોબાઇલ નેટવર્ક અને બેન્ક સર્વર ઠપ્પ થઇ જતાં ગામ સંપર્કવિહોણું બની ગયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સલાયામાં પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો જંગી 10 કલાકનો વીજકાપ કર્યો હતો.ચૈત્ર મહિનાની ગરમીમાં એક સાથે આટલો મોટો વીજકાપ કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.આ લાઈટ કાપથી તમામ મોબાઇલ કંપનીના નેટવર્ક પણ બપોર બાદ ઠપ્પ થઈ ગયા હતા.આટલો મોટો વીજકાપ લગાડવાથી બેંકોમાં પણ બપોર બાદ સર્વર બંધ થઈ ગયા હતા. પીજીવીસીએલ દ્વારા કઈ પણ વિચાર્યા વિના આટલો મોટો સમય લાઇટ કાપ કરી અને લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા.વેપાર ધંધામાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી હતી. સલાયાની બેંકોમાં પણ બેટરી બેકપ પૂર્ણ થતા સર્વર બપોર બાદ ઠપ્પ થઈ ગયા હતા.કચેરીઓમાં બેસી અને કઈ પણ જાતના લોકોની મુશ્કેલીને જાણ્યા વગર 10 કલાકના વીજકાપથી સલાયા ગામ મુશ્કેલીમાં મુકાયું હતું. આટલા મોટા વીજકાપ બાદ પ્રીમોન્શુન કામગીરીનું વરસાદના સમયમાં શું પરિણામ મળશે એ જોવાનું રહ્યું.પિજીવીસીએલ દ્વારા આવા નિર્ણયો લીધા પહેલા થોડો આમ જનતાનો પણ વિચાર કરવો જોઈએ!!!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular