ખંભાળિયામાં શનિવારે રાત્રે મોટરસાયકલ પર જઈ રહેલા એક દંપતિને બેફામ બનીને જતા એક મોટરકારના ચાલકે અડફેટે લેતા આ દંપતિને ઇજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને દાંડિયા કલાસિસ ચલાવતા હાર્દિકભાઈ મહેશભાઈ હિંડોચા નામના યુવાન તેમના પત્ની ધારાબેનને સાથે લઈ અને તેમની નાની પુત્રી સાથે તેમના એક્ટિવા મોટરસાયકલ પર શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યે જઈ રહ્યા હતા, ત્યારે જોધપુર ગેઈટ વિસ્તારમાં પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 બીજી 1198 નંબરના એક મોટરકારના ચાલકે હાર્દિકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં હાર્દિકભાઈ તથા ધારાબેનને નાની મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. અકસ્માત સર્જી, કાર ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આરોપી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.