Tuesday, December 3, 2024
Homeસ્પોર્ટ્સદક્ષિણ આફ્રિકાને હરાવી ભારત અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં

દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં

- Advertisement -

ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે આ આઇસીસી ટૂર્નામેન્ટની નવમી વખત ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું છે. 11 ફેબ્રુઆરીએ ભારતનો મુકાબલો ફાઇનલમાં બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ફેબ્રુઆરીએ રમાશે.બેનોનીમાં ભારતીય ટીમે 48.5 ઓવરમાં 8 વિકેટે 245 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ રન ચેઝમાં સચિન ધસ (96 રન) અને કેપ્ટન ઉદય સહારન (81 રન)ની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ 5મી વિકેટ માટે 171 રન જોડ્યા હતા.ભારતીય ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમે 49મી ઓવરના 5માં બોલ પર જીત મેળવી હતી. તેના માટે રાજ લીંબાણીએ ફોર ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. લુઆન-ડ્રે પ્રિટોરિયસ (76 રન) અને રિચર્ડ સેલેટ્સવેન (64 રન)એ અડધી સદી ફટકારી હતી. રાજ લીંબાણીએ ત્રણ વિકેટ ઝડપી હતી. મુશીર ખાનને બે સફળતા મળી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular