Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના કયા વોર્ડમાં સૌથી વધુ મતદાન થયું, જાણો એક ક્લિકમાં અત્યાર સુધીના...

જામનગરના કયા વોર્ડમાં સૌથી વધુ મતદાન થયું, જાણો એક ક્લિકમાં અત્યાર સુધીના અપડેટ

- Advertisement -

આજે સવારથી મહાનગર પાલિકામાં મતદાન શરુ થયું છે. ત્યારે જામનગર મહાનગર પાલિકામાં પણ લોકો વહેલી સવારથી જ મતદાન કરવા પહોચ્યા છે. જામનગરના કલેકટર, શહેર પ્રમુખ, રાજ્યમંત્રી, પૂર્વ મેયર સહીતના લોકોએ પણ સવારે મતદાન કરીને લોકોને વોટીંગ કરવાની અપીલ પણ કરી છે.

- Advertisement -

રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. જામનગર, અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.જામનગરના 16 વોર્ડ પૈકી 7 થી 10 વાગ્યા સુધીમાં કુલ 4.92 ટકા મતદાન થયું છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં-1માં 6.38% મતદાન થયું છે. જે પૈકી 1416 પુરુષો અને 682 સ્ત્રીઓએ અત્યાર સુધી મતદાન કર્યું છે. જયારે વોર્ડ નં-9માં સૌથી ઓછુ 2.80% મતદાન થયું છે. સવારથી જ ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યા છે. જામનગર શહેરમાં કુલ 16 વોર્ડ પૈકી 250269 પુરુષ મતદારો છે જયારે 238727 સ્ત્રી મતદારો છે. જામનગરમાં કુલ 488996 મતદારો છે. જે પૈકી 16271પુરુષોએ અને 7799 સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જામનગરમાં કુલ 4.92% મતદાન થયું છે. જે 6 મહાનગર પાલિકામાં અત્યાર સુધી થયેલ મતદાનમાં રાજકોટ પછી બીજા ક્રમે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular