Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ઉમેદવાર ગોપાલભાઈ સોરઠીયાનું વ્હીલચેર સાથે વોટીંગ

જામનગરના ઉમેદવાર ગોપાલભાઈ સોરઠીયાનું વ્હીલચેર સાથે વોટીંગ

વડીલો અને દિવ્યાંગો લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદાન મથકે પહોચ્યા

- Advertisement -

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનો મહાદિવસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. 

- Advertisement -

જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થશે.. ત્યારે વડીલો અને દિવ્યાંગો લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદાન મથકે પહોચ્યા છે. જામનગરના વોર્ડ નં-7ના ઉમેદવાર બંને પગમાં ફેક્ચર હોવાથી વ્હીલચેરની મદદથી મતદાન કર્યું છે. ચૂંટણી પહેલા અકસ્માત થતાં આ ઉમદેવારને બન્ને પગે ફ્રેક્ચર થયું હતું. તેઓ વોર્ડ નંબર 8માં આવેલી હરિયા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. આ સિવાય એક પ્રૌઢ મહિલાને તેના કુટુંબીજનો ઊંચકીને મતદાન કરવા માટે મતદાન મથકે પહોચ્યા હતા. શહેરમાં દીવ્યાંગોએ પણ વોટીંગ કરીને અન્ય શહેરીજનોને વોટીંગ કરવા માટે પ્રેરણા આપી છે. મનપાની ચૂંટણીમાં 645 મતદાન મથકો પર સોશિયલ ડિસ્ટન્સ સાથે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular