Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં આજથી ધો. 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ

રાજ્યમાં આજથી ધો. 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ

જામનગરમાં 1506 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે ધો-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લામાં 5 કેન્દ્રો પર ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં જામનગરમાં આવેલ 3 કેન્દ્રો નેશનલ હાઇસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને સેન્ટ ફ્રાન્સીસ પર 1453 વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપી રહ્યા છે. તો ધ્રોલમાં આવેલ 2 કેન્દ્રો જી.એમ. પટેલ હાઈસ્કૂલ અને બી.એમ પટેલ હાઈસ્કુલ ખાતે 453 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

- Advertisement -

જામનગરમાં યોજાનાર ધો. 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાના ઝોનલ તરીકે મધુબેન ભટ્ટ સંચાલન કરી રહ્યા છે. જામનગરમાં 5 કેન્દ્ર ખાતે કુલ 1506 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આ પરીક્ષા 12 માર્ચ સુધી ચાલશે. હાલ તમામ કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત સાથે લિવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular