મધ્યપ્રદેશના ભીંડમાં આજે એરફોર્સનું એક ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. વિમાનને ફ્લાઇટ લેફ્ટનન્ટ અભિલાષ હતા તેઓ પ્લેન ક્રેશ થતા ઈજાગ્રસ્ત થયા છે. અને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ થયા બાદ પાયલોટ પેરાશૂટની મદદથી બહાર નીકળી ગયા અને તેનો જીવ બચી ગયો છે. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.
મળી રહેલ માહિતી મુજબ આ એક ઇન્ડીયન એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ હતું. સ્થાનિકોએ જણાવ્યું પ્લેન ક્રેશ થયા બાદ લોકોએ જોરદાર અવાજ સાંભળ્યો. જે બાદ ગામના લોકો બહાર આવ્યા અને ખેતર તરફ દોડ્યા. ખેતરમાં એક ઊંડો ખાડો હતો અને પ્લેન બળીને ખાખ થઇ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીને કારણે પ્લેન ક્રેશ થયું છે