જામનગરના ગ્રીન પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન ઉપર તેની પત્ની રિસામણે બેઠી હોય જેનો ખાર રાખી પત્ની સહિત ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા ગ્રીનપાર્ક શેરી નં.1 માં રહેતા મોહીન શકિલ ધાનાણી નામના યુવાનની પત્ની છેલ્લાં છ માસથી રીસામણે બેઠી હતી. જેનો ખાર રાખી આસીફ અબ્દુલ વહાબ, અરમાન આસીફ વહાબ, મરિયમબેન આસીફ વહાબ, કૌશલ મોહિન ધાનાણી સહિતના ચાર શખ્સોએ મોહિનને અહીંથી ચાલ્યો જા તેમ કહી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે મોહીનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.