જામનગરમાં ગુલાબનગર ભાનુ પેટ્રોલપંપ પાસે બાળકને ત્યજીને જઈ રહેલી માતાની સ્થાનિક રહેવાસીઓએ પકડી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે માતા તેમજ ત્યજી દેવાયેલા બાળકનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી, સ્થાનિક રહેવાસીઓની સમય સુચકતાથી એક બાળકને નિરાધાર થતું અટકાવી શકાયું હતું.