આગામી 26 એપ્રિલના જામનગર મહાનગરપાલિકાની 63 બેઠકો માટે મતદાન યોજાનાર છે. 63 બેઠકો માટે કુલ 206 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને છે. આ 206 ઉમેદવારોમાં કોઇ ઉમેદવાર કરોડપતિ છે, તો કોઇ ઉમેદવાર માત્ર રૂા. 11 હજારની સંપત્તિ ધરાવે છે. કોઇ ઉમેદવાર પાસે ટ્રક સહિતના વાહનો છે, તો કોઇ ઉમેદવાર પાસે 50 તોલા સોનાની સંપત્તિ છે. ભાજપામાં 63 ઉમેદવારોમાંથી 16 ઉમેદવારો કરોડપતિ છે. તો કોંગ્રેસના 62 ઉમેદવારોમાંથી 6 ઉમેદવારો અને ‘આપ’ના 49 ઉમેદવારોમાંથી બે ઉમેદવારો કરોડપતિ છે. એકમાત્ર વોર્ડ નંબર 16 એવો વોર્ડ છે કે, જેમાં ભાજપાના ચારેય ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ભાજપામાં ત્રણ ઉમેદવારો પાસે સંપત્તિ એક લાખથી ઓછી છે. તો કોંગ્રેસ અને ‘આપ’માં સાત-સાત ઉમેદવારો એવા છે કે, જેમની સંપત્તિ એક લાખથી ઓછી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડતાં ઉમેદવારોની સંપત્તિ વિશે નજર કરીએ તો,
ભાજપાની વાત કરીએ તો વોર્ડ નંબર એકના અમર મોદી રૂા. 2,50,000ની રોકડ તથા રૂા. બે લાખના સોના સહિત કુલ રૂા. 4,50,000ની સંપત્તિ ધરાવે છે. ઇસ્માઇલ મલેક 55 હજારની રોકડ તથા 3 તોલા સોના સાથે રૂા. 4,75,000ની સંપત્તિ ધરાવે છે. સહારાબેન ચમડિયા 30 હજાની રોકડ, પાંચ તોલા સોનાના દાગીના તથા એક કરોડની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 1,06,80,000ની સંપત્તિ ધરાવે છે.ઝરીનાબેન સુંભણિયા રૂા. 36 હજારની રોકડ, બે તોલા સોનુ સહિત કુલ રૂા. 12,36000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર બેમાં જયરાજસિંહ જાડેજા 16 તોલા સોના તથા રૂા. 76 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 1,03,86,606ની સંપત્તિના માલિક છે. કમલાબેન મકવાણા રૂા. 1,82,000ની રોકડ, અઢી તોલા સોનું સહિત કુલ રૂા. 31,04,000ની સંપત્તિ ધરાવે છે. રિદ્ધિશ ડેર 6 તોલા સોનુ, રૂા. 76 લાખ જેટલી અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 86,84,974ની સંપત્તિ ધરાવે છે. યોગીતાબા જાડેજા એક તોલા સોનુ અને રૂા. આઠ લાખની સંપત્તિ સહિત કુલ રૂા. 9,70,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર ત્રણમાં હેતલબેન અમેથિયા ચાર તોલા સોનું અને રૂા. 25,69,552ની અન્ય સંપત્તિ મળીને કુલ રૂા. 30,39,550ની સંપત્તિ, ક્રિષ્નાબા જાડેજા 15 તોલા સોનુ, રૂા. 60 લાખથી વધુની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 82,80,823ની સંપત્તિ, રાજેશ યાદવ 12 તોલા સોનુ, રૂા. 14 લાખથી વધુની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 33,06,000ની સંપત્તિ, સુભાષ જોષી 12 તોલા સોનુ, રૂા. 95,98,357 સહિત કુલ રૂા. 98 લાખથ વધુની સંપત્તિ, વોર્ડ નંબર ચારમાં આલાભાઇ ભારાઇ 16 તોલા સોના સાથે રૂા. 22,72,651ની સંપત્તિ, જિતેશ શિંગાળા 10 તોલા સોનુ, રૂા. 14 લાખથી વધુની સંપત્તિ સહિત કુલ રૂા. 30 લાખની સંપત્તિ ધરાવે છે. નિશાબેન અસ્વાર સાત તોલા સોનુ, રૂા.સાત કરોડથી વધુની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 7,19,58,875ની સંપત્તિ ધરાવે છે. સોનલબેન રાણા સાત તોલા સોના તથા રૂા. 32 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 40,86,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર પાંચમાં આશિષભાઇ જોષી સાત તોલા સોનુ અને રૂા. 18 લાખની સંપત્તિ સાથે કુલ રૂા. 29,92,000ની સંપત્તિ, મિથીલ માડમ પાંચ તોલા સોનુ, રૂા. 16 લાખની અન્ય સંપત્તિ મળીને કુલ રૂા. 26 લાખની સંપત્તિ, નિકીતા કોટક 06 તોલા સોનુ તથા રૂા. 95 હજારની રોકડ સાથે રૂા. 16 લાખની કુલ સંપત્તિ, નિતાબા જાડેજા 21.5 તોલા સોના સહિત રૂા. 35 લાખથી વધુની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 06માં દીપકસિંહ ચૌહાણ 17 તોલા સોનુ સાથે રૂા. 21 લાખથી વધુની સંપત્તિ, જશુબા ઝાલા 10 તોલા સોના સાથે કુલ રૂા. 13 લાખથી વધુ સંપત્તિ, નિશા ધવડ 06 તોલા સોના સાથે રૂા. 15 લાખથી વધુની સંપત્તિ, રાજુભાઇ કરમુર ચાર તોલા સોના સહિત કુલ રૂા. 10 લાખથી વધુની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર સાત જ્યોત્સનાબેન પાંભર દોઢ તોલા સોનુ સાથે એક કરોડથી વધુ રૂપિયાની અન્ય સંપત્તિ સાથે કુલ રૂા. 1.26 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. રાકેશ ડેર 8.7 તોલા સોના, રૂા. આઠ લાખની રોકડ સહિત કુલ રૂા. 51 લાખથી વધુની સંપત્તિ, સંજય મુંગરા 07 તોલા સોના સાથે રૂા. 1 લાખની રોકડ સહિત કુલ રૂા. 91 લાખથી વધુની સંપત્તિ, શિતલ વાઘેલા 05 તોલા સોના સાથે કુલ રૂા. 12 લાખથી વધુની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર આઠમાં મિલન સભાયા રૂા. 50 હજારની રોકડ તથા રૂા. 1500ની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 51,500ની સંપત્તિ ધરાવે છે. તેમની પાસે ઝવેરાત નથી. સંગીતા ગુઢકા 9.3 તોલા સોના સાથે રૂા. 4 લાખથી વધુની રોકડ સહિત કુલ રૂા. 31 લાખથી વધુની સંપત્તિ, તૃપ્તિ ખેતિયા 17 તોલા સોના સહિત રૂા. 26 લાખની સંપત્તિ, યોગેશ કણજારિયા અડધા તોલા સોના સાથે રૂા. 19 લાખની સંપત્તિ ધરાવે છે.
વોર્ડ નંબર નવમાં દર્શન શેઠ 44 તોલા સોનુ, સાડા ચાર કિલો ચાંદી, રૂા. એક કરોડ 84 લાખથી વધારે અન્ય મિલકત સહિત રૂા. 2,37,70,126ની સંપત્તિ, ધર્મિના સોઢા 4.5 તોલા સોનુ સહિત કુલ રૂા. 33 લાખની સંપત્તિ, ધીરેન મોનાણી આઠ તોલા સોના સહિત કુલ રૂા. 88 લાખની અન્ય મિલ્કતો સાથે કુલ રૂા. 1,00,66,568ની મિલ્કતની સંપત્તિ, મોનિકા વ્યાસ દોઢ તોલા સોનુ સહિત રૂા. 1,90,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 10માં મંજુબેન બાંભણિયા 14 તોલા સોનુ, 400 ગ્રામ ચાંદી, 80 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ 98,93,000ની સંપત્તિ, નિલેશ હાડા 6 તોલા સોના, રૂા. 46 લાખની અન્ય સંપત્તિ અને રૂા. 93 હજારની રોકડ સહિત કુલ રૂા. 55 લાખની સંપત્તિ, આશાબેન રાઠોડ 13 તોલા સોનુ, રૂા. સાડા ચાર લાખની રોકડ સહિત કુલ રૂા. 31 લાખની સંપત્તિ, સંજય દાઉદિયા બે તોલા સોના, રૂા. 62 લાખની અન્ય સંપત્તિ મળી કુલ રૂા. 75 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 11 હેતલબેન નકુમ 33 તોલા સોના અને રૂા. 4 લાખની રોકડ સહિત કુલ રૂા. 62 લાખની સંપત્તિ, નિર્મલા વિશોરિયા સાડા સત્તર તોલા સોનુ તથા રૂા. ત્રણ કરોડથી વધુની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 3,61,95,953ની સંપત્તિ, પ્રકાશ રાઠોડ સોના-ઝવેરાત વગર કુલ રૂા. સાત લાખની સંપત્તિ, પૂર્વેશ પરમાર 30 તોલા સોનુ તથા રૂા. 14 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 60 લાખથી વધુની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર 12માં મકસૂદ ખુરેશી સોના, ઝવેરાત વિના રૂા. 15 હજારની રોકડ તથા 3000ની અન્ય મિલકત સાથે રૂા. 18 હજારની સંપત્તિ, રંજનબેન નકુમ પાંચ તોલા સોના તથા રૂા. 10 લાખની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 16 લાખની સંપત્તિ, રઉફ ગઢકાઇ 7 તોલા સોના સાથે રૂા. 47 લાખની અન્ય મિલકત મળી કુલ રૂા. 56 લાખની સંપત્તિ, તસ્લીમ ખુરેશી બે તોલા સોના સાથે રૂા. 3 લાખની કુલ સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર 13 અમર કનખરા 8 તોલા સોના સહિત રૂા. 27 લાખની સંપત્તિ, બબિતાબેન લાલવાણી 27 તોલા સોના, રૂા. ચાર કરોડની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 4,43,39,297ની સંપત્તિ, ધવલ નાખવા નવ તોલા, રૂા. 3 કરોડની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 3,88,73,655ની સંપત્તિ, પ્રવીણાબેન રૂપડિયા બે તોલા સોના સાથે રૂા. 5,18,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 14 મનિષ કટારિયા 20 તોલા સોના તથા રૂા. એક કરોડથી વધુની અન્ય સંપત્તિ, રૂા. નવ લાખની રોકડ સહિત કુલ રૂા. 2,05,13,626ની કુલ સંપત્તિ, શર્મિલા નંદા 13 તોલા સોના સાથે રૂા. 3 લાખની રોકડ સહિત કુલ રૂા. 45 લાખની સંપત્તિ, સુરેશ કટારમલ 8.7 તોલા સોના સાથે રૂા. 23 લાખની અન્ય સંપત્તિ મળી કુલ રૂા. 37 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 15 દીપક શ્રીમાળી રૂા. 25 હજારની રોકડ સહિત કુલ રૂા. 38,711ની મિલકત, હર્ષાબા જાડેજા 35 તોલા સોનુ તથા રૂા. ત્રણ લાખની રોકડ સહિત કુલ રૂા. 1,14,50,217ની સંપત્તિ, જયસુખભાઇ ઢોલરિયા 6 તોલા સોના સાથે રૂા. 3 કરોડની અન્ય સંપત્તિ મળી કુલ રૂા. 03,76,94,960ની સંપત્તિ, રમીલાબેન કણઝારિયા 5 તોલા સોના સાથે રૂા. 28,75,893ની કુલ સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 16માં ધનજીભાઇ કછટિયા 11 તોલા સોના સહિત રૂા. બે કરોડની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 2,32,23,970ની સંપત્તિ, ખ્યાતિબેન મુંગરા 47 તોલા સોના, રૂા. સાત કરોડની અન્ય સંપત્તિ, રૂા. 2,50,000ની રોકડ સહિત કુલ રૂા. 8,37,40,871ની સંપત્તિ, નીતાબા જાડેજા 15 તોલા સોનુ તથા એક કરોડની અન્ય મિલકત સહિત કુલ રૂા. 1,69,66,256ની સંપત્તિ, પાર્થ કોટડિયા પાસે સોના-ચાંદીના ઝવેરાત વિના રૂા. 1,69,83,988ની સંપત્તિ ધરાવે છે.
કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તિ વિશે વાત કરીએ તો તો વોર્ડ નંબર એકમાં કાસમ જોખિયા ઝવેરાત વિના રૂા. 15 લાખની સંપત્તિ, હુસેનાબેન કુંગડા એક તોલા સોના સાથે રૂા. 14 લાખની સંપત્તિ, નફીસા અકબર એક તોલા સોના સાથે રૂા. 1,25,000ની સંપત્તિ, વિરેન્દ્રસિંહ જાડેજા 13 તોલા સોના સહિત રૂા. 2 લાખની રોકડ સહિત કુલ રૂા. 21.49 લાખની સંપત્તિ ધરાવે છે.વોર્ડ નંબર બેમાં હનિફ મલેક બે તોલા સોનુ તથા રૂા. 7.65 લાખની સંપતિ, જયદીપસિંહ ઝાલા 15 તોલા સોનુ, રૂા. 65 હજારની રોકડ સહિત કુલ રૂા. 23 લાખની સંપત્તિ, મનિષા નંજાર પાંચ તોલા સોનુ સહિત રૂા. આઠ લાખની સંપત્તિ, ઉર્મિલાબા જાડેજા 35 તોલા સોનુ, અઢી લાખની રોકડ અને રૂા. 61 લાખની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 1,08,50,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર ત્રણમાં ભારદ્વાજ પરમાર રૂા. 75 હજારની રોકડ સહિત કુલ રૂા. 36 લાખની સંપત્તિ, ભાવેશ પરમાર કુલ 70 હજારની સંપત્તિ, હર્ષિદા રાઠોડ બે તોલા સોના, રૂા. 45 હજારની રોકડ સહિત કુલ રૂા. 43 લાખની સંપત્તિ, જાડેજા ઉમાબા બે તોલા સોના સહિત રૂા. 3 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર ચારમાં હરેન્દ્રસિંહ જાડેજા 30 તોલા સોના, રૂા. બે લાખની રોકડ, રૂા. 10 લાખની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 50,17,500ની સંપત્તિ, કવિતાબેન ડાભી બે તોલા સોના સહિત કુલ રૂા. 4,90,000ની સંપત્તિ, રચનાબેન નંદાણિયા 15 તોલા સોનુ, રૂા. 47 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 65,12,000ની સંપત્તિ, હુસેન મુરીમા ધોરણ કુલ રૂા. 26,100ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર પાંચના અનુબેન જાદવ બે તોલા સોના સહિત કુલ રૂા. 2,97,000ની સંપત્તિ, ગિરિરાજસિંહ જેઠવા પાંચ તોલા સોના સહિત કુલ રૂા. 6,39,000ની સંપત્તિ, જીતુદાન ગઢવી 17 તોલા સોના સહિત કુલ રૂા. 24 લાખની સંપત્તિ, રેણુકાબેન આશા ધોરણ રૂા. 26,600ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 6 ચંદ્રવડિયા દેવાભાઇ 3 તોલા સોના સહિત કુલ રૂા. 2.46 લાખની સંપત્તિ, ફુરકાન શેખ બે તોલા સોના સહિત કુલ રૂા. 5.82 લાખની સંપત્તિ, જ્યોત્સાબેન બોખાણી 6 તોલા સોના સહિત કુલ રૂા. 4,92,000ની સંપત્તિ, રેખાબેન ગોહિલ પ તોલા સોનુ, રૂા. 63 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 68,55,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર સાતમાં ચંદ્રેશ ઘાડિયા પાંચ તોલા સોના સહિત કુલ રૂા. 6,70,000ની સંપત્તિ, જીજ્ઞાબેન ઇડરિયાબે તોલા સોના સહિત કુલ રૂા. 3 લાખ, ખીમભાઇ બેલા 10 તોલા સોના, 12 લાખની અન્ય સંપત્તિ સહિત કુલ રૂા. 25 લાખની સંપત્તિ, વૈશાલી ગોહિલ અડધા તોલા સોનુ સાથે કુલ રૂા. 51,927ની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર આઠમાં અલ્પેશ હીરાણી કુલ રૂા. 1.30 લાખની સંપત્તિ, હિનાબા ચોવટિયા 25 તોલા સોનુ સહિત કુલ રૂા. 32,77,000ની સંપત્તિ, શિરિષ સાવલા 7 તોલા સોનુ, રૂા. 95 લાખની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 1,07,16,413ની સંપત્તિ, વિવિધા ભટ્ટ 3 તોલા સોનુ, રૂા. 75 લાખની અન્ય મળી કુલ રૂા. 80 લાખની સંપત્તિના માલિક છે.
વોર્ડ નંબર નવમાં બિનિતા લખતરિયા પ તોલા સોનુ સાથે કુલ રૂા. 6.31 લાખની મિલ્કત, જાગૃતિબા જાડેજા 10 તોલા સોનુ સાથે કુલ રૂા. 13.26 લાખની સંપત્તિ, મહેન્દ્રભાઇ વ્યાસ એક તોલા સોનુ સાથે કુલ સાત લાખની સંપત્તિ, વૈભવ દવે કુલ એક તોલા સોના સહિત કુલ રૂા. 1.5 લાખની સંપત્તિ, વોર્ડ નંબર 10 મહેશભાઇ ચૌહાણ આઠ તોલા સોના સહિત કુલ 10.37 લાખની સંપત્તિ, મહેતા તૃષા પાંચ તોલા સોનુ સાથે કુલ રૂા. 30 લાખની સંપત્તિ, રોશિયા દેવિલા નવ તોલા સોના સાથે કુલ રૂા. 13,50,000ની સંપત્તિ, તૌસિફ શેખ કુલ 81 હજારની સંપત્તિ ધરાવતા ઉમેદવારો છે. વોર્ડ નંબર 11 અનિલ ખાણધર પાંચ તોલા સોનુ સાથે કુલ રૂા. 18 લાખની સંપત્તિ, પારિયા તેજસી 20 તોલા સોના સહિત કુલ રૂા. 27 લાખની સંપત્તિ, પાયલ સોનગરા 20 તોલા સોનુ અને રૂા. 16 લાખની અન્ય સહિત કુલ 44 લાખની સંપત્તિ, રીઝવાના મકરાણી બે તોલા સોના સહિત કુલ રૂા. 2,88,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 12માં અલ્તાફ ખફી 18 તોલા સોનુ, અન્ય રૂા. 64 લાખ સહિત કુલ 86 લાખની સંપત્તિની સાથે રિવોલ્વર/ પિસ્તોલ તથા બાર બોરની ગન ધરાવે છે. અસ્લમ સોરા સાત તોલા સોના સાથે રૂા. 13.90 લાખની સંપત્તિ, કાશ્મિરા ચૌહાણ 23 તોલા સોના સહિત કુલ રૂા. 38 લાખની સંપત્તિ, સારાહબેન મકવાણા 6 તોલા સોનુ, રૂા. એક કરોડની અન્ય મિલકત સહિત કુલ રૂા. 1,15,20,000ની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર 13 ધવલ નંદા સોનુ 23 તોલા, રૂા. 57 લાખની અન્ય મિલકત સહિત કુલ રૂા. 89.55 લાખની સંપત્તિ, શબાના દરજાદા બે તોલા સહિત કુલ 11 લાખની સંપત્તિ, શિતલ લખિયાર 15 તોલા સોના તથા રૂા. 1.98 કરોડની અન્ય મિલ્કત મળી કુલ રૂા. 2,18,75,683ની મિલ્કત, સુનિલ ઘોઘલિયા 1 તોલા સોનુ સાથે રૂા. 3.61 લાખની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર 14માં જીજ્ઞેશ વશિયર કુલ 16 હજારની સંપત્તિ, મંગે દીપાલી દોઢ તોલા સોનુ સહિત કુલ રૂા. 2,56,000ની સંપત્તિ, રતડા કિશોર કુલ રૂા. 13,100ની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર 15માં આનંદ રાઠોડ 6 તોલા સોનુ, રૂા. 32 લાખની અન્ય મિલ્કત મળી કુલ રૂા. 39 લાખની સંપત્તિ, આરતી વાઘેલા બે તોલા સોના સહિત કુલ રૂા. 3 લાખની સંપત્તિ, મનોજ ચોવટિયા 50 તોલા સોનુ, રૂા. 52 લાખની અન્ય મિલ્કત સહિત કુલ રૂા. 1,04,51,221 ની સંપત્તિના માલિક છે. મરીયમબેન સુમરા બે તોલા સોના સહિત કુલ રૂા. 5.51 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 16માં અતુલ ભંડેરી 11 તોલા સોનુ, 60 લાખની અન્ય સહિત કુલ રૂા. 77 લાખની સંપત્તિ, હસન ખફી 19 તોલા સોનુ, 89 લાખની અન્ય મિલકત મળી કુલ રૂા. 1.18 કરોડની સંપત્તિ, મિત્તલ વાઘેલા 14 તોલા સોનુ, રૂા. 60 લાખ અન્ય મળી કુલ રૂા. 81 લાખની સંપત્તિ તથા મોનિકા દોમડિયા 16 તોલા સોનુ, રૂા. 55 લાખ અન્ય સહિત કુલ રૂા. 81 લાખની સંપત્તિ ધરાવે છે.
હવે વાત કરીએ ‘આપ’ના ઉમેદવારોની તો વોર્ડ નંબર એકમાં મરીયમબેન માડવાણી ચાર તોલા સોના સહિત રૂા. 5 લાખની સંપત્તિ, સીમરન રાવકુડા એક તોલા સોના સહિત કુલ રૂા. 1.80 લાખની સંપત્તિ, ઉમર સોઢા બે તોલા સોના, રૂા. 36 લાખની અન્ય સહિત કુલ રૂા. 39 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર ત્રણમાં નરેન્દ્રસિંહ જાડેજા ચાર તોલા સોના સહિત કુલ રૂા. 7.42 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર ચારમાં હાજી વાજુગારા કુલ રૂા. 13 હજારની સંપત્તિ, રવિ ખારા ચાર તોલા સોના સાથે રૂા. 6 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર પાંચમાં જ્યોતિ ગોંડલિયા કુલ રૂા. 20 હજારની સંપત્તિ, મહેન્દ્રસિંહ ઝાલા 15 તોલા સોનુ, રૂા. 58 લાખ અન્ય મળી કુલ રૂા. 76 લાખની સંપત્તિ, મંગળાબેન ત્રિવેદી ત્રણ તોલા સોનુ, રૂા. 28 લાખની અન્ય સહિત કુલ રૂા. 33 લાખની સંપત્તિ, સોમરાજ ગઢવી ચાર તોલા સોનુ, રૂા. 90 લાખ અન્ય કુલ રૂા. 93 લાખની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર છમાં અમિત ગોહિલ સાત તોલા સોનુ સહિત કુલ રૂા. 11 લાખની સંપત્તિ, અનિતા ચૌહાણ 6 તોલા સોના સહિત કુલ રૂા. 8.80 લાખની સંપત્તિ, ચેતનાબા રાઠોડ 33 તોલા સોનુ, રૂા. 29 લાખ અન્ય, કુલ રૂા. 79 લાખની સંપત્તિ, મેરૂભાઇ ચાવડા સાત તોલા સોનુ, રૂા. 59 લાખ અન્ય મળી કુલ રૂા. 70 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર સાતમાં અશોક સોલંકી નવો તોલા સોનુ, રૂા. 31 લાખ અન્ય, કુલ રૂા. 44 લાખની સંપત્તિ, ભાવનાબેન વાઘાણી3 તોલા સોનુ, રૂા. 68 લાખ અન્ય, કુલ રૂા. 72 લાખની સંપત્તિ, જતિન કોઠિયા 5 તોલા સોનુ સહિત કુલ રૂા. 5.65 લાખની સંપત્તિ, મંજુબેન પરમાર 3 તોલા સોનુ મળીનુ કુલ રૂા. 5.49 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર આઠમાં અંજનાબા ચુડાસમા આઠ તોલા સોનુ, રૂા. 20 લાખ અન્ય, કુલ 33 લાખની સંપત્તિ, કમલેશ લિંબાસિયા ચાર તોલા સોનુ સહિત કુલ રૂા. 4,35,000ની સંપત્તિ, પૂજાબેન અજમેરિયા 12 તોલા સોનુ, રૂા. 46 લાખ અન્ય મળી કુલ રૂા. 64 લાખની સંપત્તિના માલિક છે.
વોર્ડ નંબર નવમાં જ્યોત્સનાબેન સોલંકી કુલ 12,14,000ની સંપત્તિ, કૃપાલી રાવલ સાડા છ તોલા સોનુ સાથે કુલ રૂા. 26.54 લાખની સંપત્તિ, રાજીવ લાલન બે તોલા સોના સાથે કુલ રૂા. 3 લાખની સંપત્તિ, સુનિલ આશર પાસે 22 તોલા સોનુ, અન્ય 29 લાખ મળી કુલ રૂા. 81 લાખની સંપત્તિ છે. વોર્ડ નંબર 10માં અસગર ગજિયા કુલ 11 હજારની સંપત્તિ, કિરીટ દાઉદિયા બે તોલા સોનુ, અન્ય રૂા. 35 લાખ મળી કુલ રૂા. 38 લાખની સંપત્તિ છે. વોર્ડ નંબર 11માં આસિફ સુમરા 36 તોલા સોનુ, અન્ય રૂા. 59 લાખ સહિત કુલ રૂા. 1,06,35,000ની સંપત્તિ, વિજય મકવાણા બે તોલા સોનુ સાથે કુલ રૂા. 4.92 લાખની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 12માં અસલમ ખિલજી કુલ 55 હજારની સંપત્તિ, ફિરદોસ ફૂલવાલા પાસે સોનુ 10 તોલા, અન્ય મિલકત બે કરોડ મળી કુલ રૂા. 2,18,06,800ની સંપત્તિ, જૈનમબેન ખફી એક તોલા સોના સહિત કુલ રૂા. 3.42 લાખની સંપત્તિ, રીઝવાન જુણેજા દોઢ તોલા સોનુ સહિત કુલ 3.16 લાખની સંપત્તિના માલિક છે. વોર્ડ નંબર 13માં લાલચંદ ધનવાણી સોનુ પાંચ તોલા, રૂા. 50 લાખ અન્ય મળી કુલ રૂા. 57 લાખની સંપત્તિ, નર્મદા જાદવ કુલ રૂા. 32,047ની સંપત્તિ, પરવીનાબાનુ બલોચ કુલ રૂા. 20,108ની સંપત્તિ, પીયૂષ વશિયર પાંચ તોલા સોનુ સહિત કુલ રૂા. 6,30,000ની સંપત્તિ ધરાવે છે. વોર્ડ નંબર 14માં હુલાસબા જાડેજા રૂા. 58,673ની સંપત્તિના માલિક છે. તો જયકિશનભાઇ ખાનિયા ચાર તોલા સોનુ સહિત કુલ રૂા. 6,58,000ની સંપત્તિ ધરાવે છે. કિશોરભાઇ મિણિયા સોનુ પાંચ તોલા મળી કુલ રૂા. 9,05,000ની સંપત્તિમાં આળોટે છે. વોર્ડ નંબર 15માં બ્રિજેશ ફળદુ કુલ 20 લાખની સંપત્તિ, કીર્તિબેન સાદિયા એક તોલા સોના સાથે કુલ રૂા. 1.66 લાખની સંપત્તિ, નિશાબેન ચૌહાણ દોઢ તોલા સોના સાથે કુલ રૂા. 4.10 લાખની સંપત્તિ, પ્રદીપ વાઢેર 3 તોલા સોના સાથે રૂા. 5.16 લાખની સંપત્તિ ધરાવે છે.‘આપ’ના વોર્ડ નંબર 16ના ઉમેદવારોના એફિડેવિટ ચૂંટણી આયોગના ઓનલાઇન પોર્ટલ ઉપર યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોય તેની માહિતી આપી શકાઇ નથી. ઉપરોક્ત તમામ માહિતી ઓનલાઇન એફિડેવિટના આધારે માત્ર રોકડ, ઝવેરાત, બેન્ક ખાતા, શેરબજારના રોકાણની જ છે. અન્ય રોકાણ તથા પોલિસી અને વાહનોનો સમાવેશ થતો નથી.


