Wednesday, December 4, 2024
Homeરાજ્યગુજરાતઉનાળાનો આકરો પ્રારંભ... સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની ચેતવણી

ઉનાળાનો આકરો પ્રારંભ… સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની ચેતવણી

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ : તાપમાન 40 ડિગ્રીને પાર થવાની સંભાવના : જામનગરમાં પારો 36 ડિગ્રીને પાર

- Advertisement -

પ્રારંભ સાથે જ કાળઝાળ મિજાજમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કચ્છ, સૌરાષ્ટ્રમાં ’યલો એલર્ટ જારી કરવામાં આવી છે.હવામાન વિભાગના અનુમાન અનુસાર કચ્છમાં આગામી પાંચ દિવસમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વિશેષ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. જેના ભાગરૂપે આગામી પાંચ દિવસ કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદરમાં હીટ વેવ અનુભવાશે અને ત્યાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આમ, આગામી પાંચ દિવસ દરમિયાન જ સૌરાષ્ટ્ર- કચ્છના અનેક વિસ્તારમાં આગ વરસાવતી ગરમી પડી શકે છે. જામનગર શહેરમાં પણ ગઇકાલે ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો હતો. શહેરમાં મહતમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે ન્યુનતમ તાપમાન 19 ડિગ્રી રહ્યું હતું. હવામાન 85 ટકા ભેજના પ્રમાણને કારણે લોકોએ ઉકળાટનો અનુભવ કર્યો હતો. ઠંડક આપતા ઉપકરણો જેવા કે એસી, કુલર, પંખા લાંબા સમય બાદ ફુલ સ્પીડે ધમધમવા લાગ્યા હતા.આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ વધુ ઉંચે જાય તેવી હવામાન વિભાગની આગાહીને પગલે લોકોને ગરમીથી બચવા અને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર નહીં નિકળવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. મંગળવારે રાજકોટમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. રાજકોટના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ગત રાત્રિએ રાજકોટમાં સરેરાશ લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી હતું. આમ, રાત્રિ અને દિવસના તાપમાનમાં 21 ડિગ્રીના તફાવતથી રાજકોટમાં મિશ્ર સિઝન અનુભવાઈ હતી. આજે દિવસ દરમિયાન અન્યત્ર જ્યાં 37 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ તેમાં ભુજ, ડીસા, અમરેલી, પોરબંદર, અમદાવાદ, વડોદરા, નલિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ અમદાવાદમાં 37.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 39 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. બીજી તરફ અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રી હતું. અમદાવાદમાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે 18 ડિગ્રીનો તફાવત હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 25 માર્ચથી અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી શકે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular