Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયસુપ્રિમ કોર્ટના આકરા વલણની ઝપટે ચઢયાં બાબા રામદેવ

સુપ્રિમ કોર્ટના આકરા વલણની ઝપટે ચઢયાં બાબા રામદેવ

ભ્રામક જાહેરાતોના કેસમાં કોર્ટમાં હાજર થવા આદેશ : આચાર્ય બાલકૃષ્ણને પણ તેડું

- Advertisement -

સુપ્રીમ કોર્ટે યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ પહેલા બાબા રામદેવને પણ નોટિસ પાઠવી હતી અને તેમને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણ અને યોગગુરુ રામદેવ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સંસ્થાની જાહેરાતો પ્રસિદ્ધ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, ’પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા કરી રહી છે અને ગેરમાર્ગે દોરે છે.પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટમાં બાંયધરી આપી હતી અને તેમ છતાં જાહેરાત છપાઈ હતી. આવી સ્થિતિમાં જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે નારાજગી વ્યક્ત કરી અને બાબા રામદેવ અને એમડી આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગ્યો. જ્યારે કોઈ જવાબ ન મળ્યો, ત્યારે કોર્ટે તેને હાજર થવાનો આદેશ આપ્યો અને અવમાનનાની નોટિસ પાઠવી હતી. પતંજલિની જાહેરાતોમાં બાબા રામદેવની તસવીર પણ સામેલ હતી. આવી સ્થિતિમાં કોર્ટે તેમને પક્ષકાર બનાવ્યા અને પૂછ્યું કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular