Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતહિટવેવ : રાજ્યના 3 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર

હિટવેવ : રાજ્યના 3 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર

- Advertisement -

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચનાં અંતમાં ઉનાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે અને ગઈકાલે જ રાજકોટ સહિત ત્રણ શહેરોમાં મહતમ તાપમાન 41 ડીગ્રીને પાર થઈ ગયું હતું. ગઈકાલે બપોરે ખાસ કરીને રાજકોટ શહેરમાં 41.1 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 41 અને ભૂજ ખાતે સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ ઉનાળાનો સૌથી વધુ ગરમ દિવસ અત્યાર સુધીમાં મંગળવારે નોંધાયો હતો. જેમાં મંગળવારે લઘુતમ તાપમાન 24 અને મહત્તમ 41 ડિગ્રી નોંધાયું હતું. હવાની ગતિ 11 કિમી અને ભેજનું પ્રમાણ 25 ટકા નોંધાયું હતું. સવારથી સાંજ સુધીમાં લોકોએ 17 ડિગ્રી ફેરફાર અનુભવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનો જેમ જેમ અંત તરફ વધી રહ્યો છે. તેમ તેમ આકરા એપ્રિલ મહિનાના એંધાણ વર્તાવાતું હોય તેમ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હોળીની ઉજવણી સાથે ગરમીનો પારો ફરી ઉચકાયો છે. 48 કલાકમાં 2 ડિગ્રી પારો વધવા સાથે મંગળવારે લઘુતમ તાપમાન 24 અને મહત્તમ 41 ડિગ્રી નોંધાયું હતું. હવાની ગતિ 11 કિમી અને ભેજનું પ્રમાણ 25 ટકા નોંધાયું હતું.

જે સોમવારે લઘુતમ તાપમાન 23 અને મહત્તમ 39.5 ડિગ્રી નોંધાયું હતું. તેની સરખામણી રવિવાર સાથે કરીએ તો રવિવારે લઘુતમ તાપમાન 22 અને મહત્તમ 38 ડિગ્રી નોંધાયું હતું. હવાની ગતિ 14 કિમી અને ભેજનું પ્રમાણ 20 ટકા નોંધાયું હતું. આમ 48 કલાકમાં લઘુતમ 2 અને મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધી ગયું છે. આમ લોકોએ સવારથી સાંજ સુધીમાં 17 ડિગ્રી ગરમીમાં ફેરફાર અનુભવી રહ્યા છે.મંગળવારે વાતાવરણમાં પ્રદૂષણ આંક 64 નોંધાયશ તથા ભાવનગરમાં ગરમીનું જોર વધી રહ્યું છે. રાત્રે ઉષ્ણતામાન વધીને 27.4ઓ થયું છે અને બપોરનું તાપમાન 38.4 ડિગ્રી ને આંબી જતા ઉનાળાના મધ્ય જેવી ગરમીનો અનુભવ ભાવનગરમાં થઈ રહ્યો છે. ગોહિલવાડ પંથકમાં આક રી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. મહત્તમ તાપમાન ની સાથે લઘુત્તમ તાપમાન પણ ઊંચે જઈ રહ્યું છે. ભાવનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે આજે ભાવનગર શહેર નું લઘુત્તમ તાપમાન પણ વધીને 27.4 ડિગ્રી રહ્યું હતું .આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47% રહેવા પામ્યું હતું .જ્યારે પવનની ઝડપ 08 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. આ ઉપરાંત ગઈકાલે અમદાવાદ ખાતે 39.9 ડિગ્રી, અમરેલીમાં 40.4, વડોદરામાં 39.4, ભાવનગરમાં 38.4, ડિસામાં 40.1, ગાંધીનગર ખાતે 39.4, કંડલામાં 38, નલિયામાં 35.2, તથા પોરબંદર ખાતે 35.5 ડિગ્રી અને સુરતમાં 37.6, તથા વલસાડમાં 35.8 અને વેરાવળ ખાતે 30.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. તેમજ આજે મોડી સવારથી પણ ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો અને મોટાભાગના સ્થળોએ 23થી 27 ડિગ્રી ઉપર લઘુતમ તાપમાન નોંધાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular