Monday, May 10, 2021
Homeરાજ્યગુજરાતસરકારનો રેમડેસિવિર ઇન્જેકશન પર પ્રતિબંધ, વડોદરાની 03 કંપની 10,000 ઇન્જેકશન રોજ બનાવી...

સરકારનો રેમડેસિવિર ઇન્જેકશન પર પ્રતિબંધ, વડોદરાની 03 કંપની 10,000 ઇન્જેકશન રોજ બનાવી શકે

ઇન્જેકશનોનું આ ઉત્પાદન વધારીને 20,000 પણ કરી શકાય

- Advertisement -

એન્ટિ-વાઈરલ (વાઈરસ વિરોધી) દવા રેમડેસિવિરની નિકાસ પર કેન્દ્ર સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. આ દવા કોરોના સામે કારગત ગણાય છે. માટે તેની ડિમાન્ડ વધી રહી છે. એમાં વળી ગુજરાતમાં રેમડેસિવિરના ઈન્જેક્શન પુરા પાડવા અંગે મોટું રાજકારણ શરૂ થયું છે. એટલે રેમડેસિવિઅરના જથ્થાનો વિવાદ વધારે ઘેરો બને એ પહેલા કેન્દ્ર સરકારે નિકાસ અટકાવી દીધી છે. જેનાથી તેનો જથ્થો ભારતમાં જરૂર પ્રમાણે વાપરી શકાશે.

- Advertisement -

રેમડેસિવિર અને તેના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિઅન્ટ્સ (એપીઆઈ) એટલે કે દવા સર્જન માટે જરૂરી મહત્ત્વના તત્ત્વોની નિકાસ પર પણ પ્રતિબંધ મુકાયો છે. જેથી ભારતમાં જે દવા ઉત્પાદિત થશે એ ભારતમાં જ રહેશે અને જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહેશે. આ દવા ભારતમાં જે દવા કંપનીઓ ઉત્પાદિત કરે છે, એ સૌ કોઈએ તેના જથ્થાની વિગતો વેબસાઈટ પર દર્શાવી પડશે.

કોરોનાથી પ્રભાવિત ગુજરાત સહિતના બીજા રાજ્યોમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ઈન્જેક્શનના કાળાબજાર થઈ રહ્યા છે અને દર્દીઓના સ્વજનો ઈન્જેક્શન મેળવવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભેલા દેખાય છે. એ પછી હવે રહી-રહીને સરકારની આંખો ઉઘડી છે. હવે સરકારે આ ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.

- Advertisement -

જેના પગલે વડોદરામાં આવેલી 3 કંપનીઓ હવે આ ઈન્જેક્શનની નિકાસ અન્ય દેશોમાં નહીં કરી શકે.ફાર્માસ્યુટિકલ સેક્ટરના સૂત્રોનુ કહેવુ હતુ કે, સરકારે આખા ભારતમાં માત્ર 6 કંપનીઓને આ ઈન્જેક્શનનુ ભારતના બજાર માટે પ્રોડક્શન કરવાનુ લાઈસન્સ આપ્યુ છે.

જ્યારે ગુજરાતમાં વડોદરા, વાપી, દમણની કેટલીક કંપનીઓ એવી છે જે આ ઈન્જેક્શનનુ પ્રોડક્શન તો કરે છે પણ તેમને માત્ર નિકાસ માટેનુ લાઈસન્સ મળેલુ છે.આ કંપનીઓ રોજના હજારો ઈન્જેક્શનનુ પ્રોડક્શન કરે છે.વડોદરામાં આવી ત્રણ કંપનીઓ છે અને હાલમાં જે રો મટિરિયલનો સપ્લાય છે તેના આધારે તેમની ક્ષમતા રોજના 10000 ઈન્જેક્શન બનાવવાની છે.પણ જો રો મટિરિયલનો સપ્લાય વધે તો આ ક્ષમતા વધારીને 20000 પણ કરી શકાય તેમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular