ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાની ઘટનાઓને જોતા સરકાર એક્શનમાં આવી છે. સરકાર બેદરકારી દાખવનાર કંપનીઓ સામે જરૂરી આદેશ જારી કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે આવા મામલામાં નિષ્ણાત સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ સરકાર જરૂરી આદેશો જારી કરશે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાના કેસોની તપાસ કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સરકાર તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવતા નીતિન ગડકરીએ પોતના ટ્વીટમાં કહ્યું: “કંપનીઓ ખામી યુક્ત વાહનોને તાત્કાલિક પાછા બોલાવવા માટે આગોતરી કાર્યવાહી કરી શકે છે.” છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઓકિનાવા સિવાય ઓલા ઈલેક્ટ્રીક, પ્યોર ઈવી અને જિતેન્દ્ર ઈવી દ્વારા ઉત્પાદિત એક ડઝનથી વધુ ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગી છે. સંબંધિત કંપનીઓએ તેમની તપાસ શરૂ કરી દીધી છે.
Several mishaps involving Electric Two Wheelers have come to light in last two months. It is most unfortunate that some people have lost their lives and several have been injured in these incidents.
— Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022
તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં બુધવારે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં વિસ્ફોટ થતાં એક 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. નિઝામાબાદની ઘટના પછી તરત જ, ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા Pure EV એ ETrance Plus અને EPluto 7G મોડલ્સ સાથે જોડાયેલા 2,000 વાહનોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. નીતિન ગડકરીએ વધુ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે અને કંપનીઓને અ મામલામાં સક્રિય કાર્યવાહી કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે.