Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને પાંચ માસની જેલ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને પાંચ માસની જેલ

- Advertisement -

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના લાલવાડીના રહેવાસી સભાસદ નયન કાલીદાસ તન્નાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી તેમ છતા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી જેથી સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો.

- Advertisement -

જામનગરના આર.બી.ગોસાઈની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો અને આરોપીને પાંચ માસની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમજ રૂા.52000નો દંડ કરવામાં આવ્યો હતો તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધીક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular