દલાલ સ્ટ્રીટમાં આજે સાપ્તાહિક એકસપાયરીના દિવસે થઈ રહેલા ખુબ જ કંટાળાજનક ટ્રેડિંગ વચ્ચે પાકિસ્તાનના અનેક શહેરોમાં ભારતના ડ્રોન હુમલાના સમાચાર આવતા જ બજારમાં અચાનક ફ્રી ફોલ થયો હતો. ગભરાત ભર્યા માહોલમાં ગણતરીની મિનિટોમાં જ નિફટીમાં 200 અને સેન્સેકસમાં 600 પોઇન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા હતાં. ડ્રોન હુમલાના સમાચાર વચ્ચે ભારત-પાક. ના યુદ્ધનો ભય વધતા બપોર સુધી મજબુત સ્થિતિમાં રહેલું બજાર અચાનક જ નીચે સરકી ગયું હતું. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 411.97 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 80,334.81 પર અને નિફ્ટી 140.60 પોઈન્ટ અથવા 0.58 ટકા ઘટીને 24,273.80 પર બંધ થયો હતો.

તેજ સમયે, ભારત દ્વારા પાકિતાન અને પીઓકેમાં કરવામાંઆવેલા હવાઈ હુમલા (ભારતની પાકિતાન પર સ્ટ્રાઈક) પછી, પડોશી દેશ ભયથી ધ્રૂજી રહ્યો છે. ગુરૂવારે પાકિસ્તાની શેરબજાર પર ઓપરેશનરે સિંદૂરની અસર મજબૂત રહી. પાકિતાની બજારમાં એવો ભૂકંપ આયો કે સ્ટોક એકસચેન્જે ટ્રેડિંગ બંધ કરવું પડયું હતું. ગુરૂવારે ટ્રેડિંગ દરમિયાન, પાકિસ્તાન સ્ટોક ઇન્ડેસ KSE-100 લગભગ 7000 પોઈટ ઘટ્યો અને પાકિસ્તાન સ્ટોક માર્કેટ ક્રેશ થયું, જેના જે કારણે બજારમાં લોઅર સર્કિટ લાગી.
ટ્રેડિંગના અંતે, ઇન્ડેસ 6.67% ના મોટા ઘટાડા સાથે 1,02,674 પોઈટ પર બંધ થયો. 2021 પછી પાકિતાની શેરબરમાંજોવા મળેલો આ સૌથી મોટો ઘટાડો છે.