Wednesday, April 30, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તૈયાર

સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તૈયાર

સોમવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે મુદ્દોને વાટાઘાટો દ્વારા ઉકેલવો જોઇએ. વડાપ્રધાનની અપીલ પછી ખેડૂતોએ પણ સરકાર સાથે વાતચીત માટે તૈયારી બતાવતા સરકારને તારીખ નક્કી કરવા જણાવ્યું હતું.

- Advertisement -

જોકે આંદોલનકારી ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે પ્રદર્શનકારીઓની એક નવી જમાત પેદા થઇ ગઇ, જેને આંદોલનજીવી કહેવામાં આવે છે. ખેડૂત સંગઠનોનું કહેવુ હતું કે લોકતંત્રમાં વિરોધ પ્રદર્શનોની ભૂમિકા મહત્વની છે. આ મુદ્દે સંયુક્ત કિસાન મોરચાના નેતા શિવ કુમાર કક્કાનું કહેવુ હતું કે કિસાન સંગઠનો આગળના તબક્કે વાતચીત માટે તૈયાર છે અને સરકારે તેમને તારીખ અને સમયની જાણકારી આપવી જોઇએ. ખેડૂત નેતાનું કહેવુ હતું કે સરકાર સાથે વાતચીતથી અમે ક્યારે ઇનકાર નથી કર્યો, જ્યારે પણ વાતચીત માટે બોલાવવામાં આવ્યા અમે મંત્રીઓ સાથે વાતચીત કરી.

આ પહેલા 11માં સ્તરની બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી ત્રણ નવા કાયદાઓને 12થી 18 મહિના સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ ખેડૂત નેતાઓ સામે રાખવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ તેનાથી ઇનકાર કર્યો હતો. નોંધનિય છે કે, દિલ્હીની સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો નવેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular