Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયઆ રીતે રચવામાં આવ્યું હતું લાલ કિલ્લાનું ષડ્યંત્ર, દીપ સિદ્ધુએ કર્યા મોટા...

આ રીતે રચવામાં આવ્યું હતું લાલ કિલ્લાનું ષડ્યંત્ર, દીપ સિદ્ધુએ કર્યા મોટા ખુલ્લાસા

- Advertisement -

દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા par ધાર્મિક દ્વ્જ ફરકાવવામાં જેનો મુખ્ય હાથ હતો તે દીપ સિદ્ધુની આજે દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. દીપ સિદ્ધુની પુછપરછમાં દીપે મોટો ખુલ્લાસો કર્યો છે. તેણે કહ્યું છે કે લાલ કિલ્લા અને જો સંભવ હશે તો ઇન્ડિયા ગેટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.

- Advertisement -

દીપ સિદ્ધુએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે તે ભાવુક થઈને ખેડૂતો સાથે જોડાયો હતો. તે કોઈ પણ કટ્ટરપંથી સંગઠન સાથે નથી જોડાયો, પરંતુ તે તોડફોડવાળી વિચારધારામાં વિશ્વાસ કરે છે. દીપ સિદ્ધુને લોકડાઉનમાં અને લોકડાઉન બાદ કોઈ કામ મળી રહ્યું ન હતું ત્યારે ઓગસ્ટમાં પંજાબમાં ખેડૂત આંદોલન શરુ કરવામાં આવ્યું ત્યારે  તે આંદોલન પ્રત્યે ખેંચાયો અને ખેડૂતો સાથે જોડાયો. દીપે વધુમાં જણાવ્યું કે ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવતા હતા. બાદમાં ખેડૂતોની સાથે 28 નવેમ્બરના રોજ તે પણ દિલ્હી પહોચ્યો. દીપ સિદ્ધુએ સમર્થકોને કયું હતું કે તેઓ વૉલિયન્ટરના જેકેટ ચોરે. દીપ સિદ્ધુએ પહેલા જ ષડયંત્ર રચ્યું હતુ કે તે લાલ કિલ્લા અને જો સંભવ હશે તો ઇન્ડિયા ગેટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. અને લાલ કિલ્લા par તીરંગો ફરકાવવા માટે ફરાર આરોપી જુગરાજ સિંહને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું. જુગરાજ ગુરુદ્વારાઓમાં ઝંડો ફરકાવતો હતો. આ પહેલા દિલ્હી પોલીસે સુખવિંદર સિંહની ધરપકડ કરી હતી. લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારા જુગરાજનું લોકેશન પણ કુંડલીની પાસે હોવાના સંકેત મળી રહ્યા છે. 5 દિવસ પહેલા તે પંજાબમાં છુપાયેલો હોવાના સમાચાર મળ્યા હતા, હવે સિંઘુ બૉર્ડરની પાસે અંતિમ લોકેશન મળ્યું છે. દિલ્હી પોલીસ તેમજ સ્પેશીયલ સેલ અને ક્રાઈમ બ્રાંચનિ ટીમ સતત અન્ય આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો કરી રહી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular