Monday, August 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં સાત જૂગારસ્થળે પોલીસના દરોડા

જામનગર શહેર-જિલ્લામાં સાત જૂગારસ્થળે પોલીસના દરોડા

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, લાલપુર તાલુકાના પીપરટોડા ગામની મોટી તળાવ સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા, રમેશ ગોકળ ચૌહાણ, વિવેક હિતેશ અગ્રાવત, અનિરૂધ્ધ ઉર્ફે અનુ ગોરધન પટેલ નામના ચાર શખ્સોને રૂા.25,190 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઈડ પૂર્વે નાશી ગયેલા પ્રદ્યુમનસિંહ ભીખુભા જાડેજા, રજનીકાંત વિઠ્ઠલ સંઘાણી મળી છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી બી ડીવીઝન
પોલીસ દ્વારા રેઈડ દરમિયાન જયપાલસિંહ પ્રભાતસિંહ જાડેજા અને ચાર મહિલા સહિતના પાંચ શખ્સોને રૂા.10,150
ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, કાલાવડ ગામમાં માછરડા સોસાયટીમાં જાહેરમાં જૂગાર રમતા હિતેશ મનસુખ ગોહેલ અને બે મહિલા સહિત ત્રણ શખ્સોને રૂા.3220 ની રોકડ અને ગંજીપના સાથે કાલાવડ પોલીસે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, લાલપુર તાલુકાના વીંઝપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી લાલપુર પોલીસે રેઈડ દરમિયાન વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા, હેમંત વજશી બેલા, દેવાયત ધાના વસરા, પીઠા રાજશી વસરા નામના ચાર શખ્સોને રૂા.10,250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી શેઠવડાળા પોલીસે પાંચ મહિલાઓને રૂા.2200 ની રોકડ રકમ અને ગંજીપન સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠ્ઠો દરોડો, જામનગર શહેરના 58-દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં હિંગળાજ ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન વિજય કરશન અસ્વાર, મખન દેવીપ્રસાદ પટેલ, મુકેશ રામનરેશ, દિપુ નીયામત અલી, સાહિલ સંતોષ જાટવ, અનુપકુમાર રામચંદ રાજપૂત, છોટુ ભગીરથ મડૈયા, બહાદુર સીતારામ યાદવ, વિક્રમ જંડેલસીંગ રાવત, નનૈ રાજા મનોજ નામના 10 શખ્સોને રૂા.15,250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાતમો દરોડો, જામનગરના ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં જૂગાર રમાતા સ્થળેથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે નિલકુમાર રામકેશ કુશ્વાહ, મિથ્લેશકુમાર બલવંતસિંહ કુશ્વાહ, મોહીત મુન્નીલાલ રાવત, સાનુ બાદામસિંહ કુશ્વાહ, નિરજ ગીરેન્દ્રસિંહ કુશ્વાહ, રોહિત ગીરેન્દ્રસિંહ કુશ્વાહ, અમરસિંહ રમેશસિંહ કુશ્વાહ નામના સાત શખ્સોને પોલીસે રૂા.11,600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular