જામનગર તાલાુકાના ફલ્લા ગામનો યુવાન કંકાવટી ડેમમાં અકસ્માતે લપસીનેે પડી જતા તેનું મૃત્યુ નિપજતાં ગામ આખુ હિબકે ચડયું હતું. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યમાં ગ્રામજનો જોડાયા હતાં. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી મૃતાત્માને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
ફલ્લા ગ્રામ પંચાયત કચેરીમાં દાખલા તથા ઓનલાઈનનું કામ કરતાં હસમુખા સ્વભાવના તથા ફલ્લા અને નજીકના ગામોમાંથી આવતા ગ્રાહકોનું તથા સમાજના તમામ લોકોનું હોંશે-હોંશે કામ કરતા પ્રતિક અરવિંદભાઈ ધમસાણિયા (ઉ.વ.24) નામનો યુવાન તેના ભત્રીજા આદિલ રાજેશભાાઈ ધમસાણિયા તથા કુટુંબના અન્ય એક વ્યક્તિ સાથે પોતાના અવસાન પામેલ મોટાબાપુ પોપટભાઈના ફુલો કંકાવટી ડેમમાં પધરાવવા માટે સવારે નવેક વાગ્યે ગયા હતાં. ડેમના પાણીમાં ફુલ પધરાવતી વખતે પ્રતિક તથા આદિલનો પગ લપસતા બંને પાણીમાં ગરક થઈ ગયા હતાં. ડેમમાં માછીમારી કરતા માછીમારો આદિલને તુરત જ બહાર કાઢતા તેને સારવાર આપવા માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરેલ હાલ તેની તબિયત સારી છે. જ્યારે તેના કાકા પ્રતિક પાણીના કાદવમાં ડુબી જતા વધુ પાણી પી જતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે 108 મારફત ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઇ જતા ડોકટરોએ તેને મૃત જાહેર કરેલ. મૃતક ફલ્લા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લલિતાબેનના દિયર થતા હતાં જયારે જિલ્લા પંચાયત સદસ્ય કમલેશ ધમસાણિયાનો પિતરાઈ ભાઈ હતો. મૃતકની સગાઇ હજુ વીસ દિવસ પહેલાં ખંભાલિડા ગામે થઈ હતી અને દોઢ માસ બાદ લગ્ન થવાના હતાં.
ફલ્લા તથા નજીકના ગામોના લોકોનું સરકારી કામકાજ હોંશેહોંશે કરતા પ્રતિકના મૃત્યુથી આ પંથકે એક સારા વ્યક્તિને ગુમાવ્યો છે. સદગતના મૃત્યુના સમાચાર મળતા જ ફલ્લા પંથકના લોકોમાં ગમગીની છવાઈ ગઇ હતી. ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંધ પડાીને મૃતાત્માને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને ગામ હીબકે ચડયું હતું.