ભાણવડમાં નોંધાયેલા ગુનાના આરોપી હાલમાં આજીવન કેદની સજામાં હોય પેરોલ પરથી છૂટી નાસતો ફરતો હોય, દ્વારકા એલસીબીએ ભાણવડના વાનાવડના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ પોલીસ સ્ટશેનમાં નોંધાયેલ ગુનામાં આરોપી જેતશી ઉર્ફે સાકો લખમણ કનારાને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદ અને રૂા.500 ના દંડની સજા થઈ હતી. આરોપી ગત તા.22/09/2022 ના 10 દિવસની પેરોલ રજા ઉપર જઈ પરત ફર્યો ન હતો અને સતત 10 માસથી ફરાર હોય આ દરમિયાન આરોપી તેના મુળ ગામ શીવા તેના માતાને મળવા આવવાનો હોવાની દ્વારકા એલસીબીના એએસઆઈ જયદેવસિંહ જાડેજા અને હેકો પરેશભાઇ સાંજવાને મળેલ બાતમીના આધારે દ્વારકા એલસીબી એ ભાણવડના વાનાવડના પાટીયા પાસેથી જેતશી ઉર્ફે સાકો લખમણ કનારા ને ઝડપી લઇ જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપ્યો હતો.
આ કામગીરી દ્વારકાના પોલીસ ઇન્સ. કે.કે. ગાહિલની રાહબારી હેઠળ પીએસઆઈ બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર, એએસઆઈ જયદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ડાંગર, હેકો પરેશભાઇ સાંજવા,સચિનભાઇ નકુમ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.