Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયવિદ્યાર્થીઓને પરીક્ષામાં મોડું ન થાય તે માટે ડ્રાઈવરે રૂટ બદલ્યો, બસ ખાણમાં...

વિદ્યાર્થીઓને પરીક્ષામાં મોડું ન થાય તે માટે ડ્રાઈવરે રૂટ બદલ્યો, બસ ખાણમાં ખાબકી 51ના મોત

- Advertisement -

મધ્યપ્રદેશના સીધીમાં ગઈકાલે સવારે મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવરે નક્કી કરેલ રૂટ બદલી દેતા બસ અન્ય રૂટ તરફથી જઈ રહી હતી અને તે રસ્તો સાંકળો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

રામપુર નૈકિન પાસે સરદા ગામમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બસ સવારે 6 વાગ્યે સીધીથી રવાના થઈ હતી. 2 છોકરા-છોકરીઓ રેલવે, NTPC અને નર્સિંગની પરીક્ષા આપવા માટે સતના અને ત્યાંથી રીવા જવા માટે પોતાના માતા પિતા સાથે બસમાં સવાર થયા હતા. રામપુર નૈકિનથી વિદ્યાર્થીઓના કહેવાથી ડ્રાઈવરે રૂટ બદલી લીધો હતો. કારણકે વિદ્યાર્થીઓએ સતના પરીક્ષા આપવા માટે જવાનું હતું અને જે રૂટથી જવાનું હતું ત્યાં ટ્રાફિક જામ હતો માટે બસને અન્ય રૂટ પરથી લઇ જવામાં આવી હતી. અને આ મોટી દુર્ઘટનાસર્જાઈ હતી. અકસ્માતમાં બે વર્ષના 2 બાળકોના પણ મૃત્યુ થયા છે. અને 12 વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા 16 યાત્રિકોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હતી.. મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ પોસ્ટમોર્ટમ માટે ડોકટરો ઘટતા આખા જીલ્લામાંથી ડોકટરો બોલાવવામાં આવ્યા હજુ પણ 4 જેટલા લોકો લાપતા છે. ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. પોલીસે તેની અટકાયત કરી લીધી છે.

- Advertisement -

મંગળવારે જ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશના 1.10 લાખ લોકોનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહે વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાવાનું હતું. પરંતુ દુર્ઘટના બાદ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારને મધ્યપ્રદેશ સરકારે 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાંથી 10-10 હજાર રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે. તો મોદીએ વડાપ્રધાન રાહત કોષના પરિવારના લોકો માટે 2 લાખ અને ગંભીર રીતે ઘાયલો માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular