Friday, September 18, 2026
Homeરાજ્યજામનગરVideo : જિલ્લા જેલ જામનગરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર બી.એ.શાહ

Video : જિલ્લા જેલ જામનગરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર બી.એ.શાહ

જિલ્લા કલેક્ટર બી.એ.શાહે જિલ્લા જેલ જામનગરની મુલાકાત લઇ જેલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી જરૂરી સમીક્ષા કરી હતી.કલેક્ટરએ જિલ્લા જેલ ખાતે જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ તથા જેલ કોર કમિટીની બેઠક યોજી હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકોર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલ અધિક્ષક પી.ડી.હિહોરીયાને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનો સાંભળ્યા હતા.

- Advertisement -

જેલના નિરીક્ષણ દરમિયાન કલેક્ટરએ કેદીઓને અપાતા ભોજનની વ્યવસ્થા, કાચા-પાકા કામના કેદીઓની સંખ્યા, મુલાકાતીઓની સંખ્યા, જિલ્લા જેલનું મહેકમ, મહિલા કેદીઓ તથા વિદેશી કેદીઓની વિગતો, ભાગેળુ તથા પાસા હેઠળના કેદીઓની માહિતી, કેદીઓના આરોગ્ય અંગેની સુવિધાઓ વગેરે બાબતોની સમીક્ષા કરી હતી તેમજ જેલના સી.સી.ટી.વી. કંટ્રોલરૂમની મુલાકાત લઇ જરૂરી ચકાસણી કરી હતી.

બેઠક અને જેલ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ સુભદાબેન બક્ષી, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા, નાયક જિલ્લા વિકાસ અધિકારી મંડોત, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા સહિત સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular