સમગ્ર છોટીકાશીમાં શ્રાવણ માસ બાદ ગણપતિબાપ્પાના આગમનથી શેરી-ગલીઓ ગણપતિબાપ્પા મોરીયાના નાદ સાથે ગુંજી ઉઠી છે. ત્યારે પાંચમા અને સાતમા દિવસે બાપ્પાને વિદાય આપવા માટે ભક્તો જામનગર મહાનગરપાલિકાના બનાવેલા બે કૃત્રિમ કુંડ ખાતે ઉમટી પડયા હતાં. ત્યાં જેએમસીની ટીમ દ્વારા બાપ્પાની છેલ્લી પૂજા માટે ટેબલની વ્યવસ્થા કરાવાઇ છે અને ટીમ દ્વારા બાપ્પાની મૂર્તિનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અગલે બરસ તુ જલ્દી આના જેવા ભાવ સાથે અબિલ ગુલાલ ઉડાડીને લોકોએ બાપ્પાને વિદાય આપી હતી.