Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવોડાફોન-આઇડિયાના 2 કરોડથી વધુ ગ્રાહકોનો ડેટા લિક

વોડાફોન-આઇડિયાના 2 કરોડથી વધુ ગ્રાહકોનો ડેટા લિક

- Advertisement -

સાયબર સિક્યોરિટી રિસર્ચ કંપની CyberX9એ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાની સિસ્ટમમાં ખામીને કારણે લગભગ 2 કરોડ પોસ્ટપેડ ગ્રાહકોના કોલ ડેટા રેકોર્ડ્સ સાર્વજનિક થઈ ગયા છે. જોકે, કંપનીએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ડેટામાં કોઈ પ્રકારની ખામી સર્જાઈ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, તેમની બિલિંગ સિસ્ટમમાં જે ખામીઓ છે તેને તરત જ દૂર કરવામાં આવી હતી.

- Advertisement -

અગાઉ ઈુબયડિ9 રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રણાલીગત ખામીઓને કારણે ટશ લગભગ 2 કરોડ પોસ્ટપેડ ગ્રાહકોના કોલ ડેટા રેકોર્ડ સામે આવ્યો છે. તેમાં કોલનો સમય, કોલ કેટલો સમય ચાલ્યો, કોલ ક્યાંથી કરવામાં આવ્યો, ગ્રાહકનું પૂરુ નામ અને સરનામું SMSની વિગતો સાથે કોન્ટેક્ટ નંબર પર આવેલા મેસેજ મોકલવામાં આવ્યા છે.
CyberX9ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુ પાઠકે પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે, કંપનીએ આ અંગે વોડાફોન આઈડિયાને જાણ કરી ફહતી અને કંપનીના એક અધિકારીએ પણ 24 ઓગસ્ટે આવી સમસ્યાનો સ્વીકાર કર્યો હતો.

જો કે, CyberX9 કહે છે કે, કંપનીએ લાખો ગ્રાહકોના ઓછામાં ઓછા 2 વર્ષનો કોલ ડેટા અને અન્ય સંવેદનશીલ ડેટા સાર્વજનિક કર્યો છે અને ઘણા ગુનાહિત હેકર્સે તે ડેટા ચોરી લીધો હોઈ શકે છે.CyberX9 ફોરેન્સિક ઓડિટ કરાવવાનો અને ડેટામાં કોઈ ખામી ન હોવાના દાવાને ખોયો સાબિત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular