Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારજોડિયાના અંબાલા ગામમાં ખેડૂત વૃધ્ધ ઉપર દંપતિનો હુમલો

જોડિયાના અંબાલા ગામમાં ખેડૂત વૃધ્ધ ઉપર દંપતિનો હુમલો

ભેંસો ચરાવવા બાબતે કહેતાં વૃધ્ધ ખેડૂતને માર માર્યો : મહિલાએ પથ્થર અને તેણીના પતિએ લાકડી વડે લમધાર્યા : પોલીસ દ્વારા દંપતિની શોધખોળ

- Advertisement -

જોડિયા તાલુકાના અંબાલા ગામના સીમ વિસ્તારમાં ભેંસો ખેતરમાં ચરાવવા બાબતે વૃધ્ધ ખેડૂત ઉપર દંપતિએ પથ્થર અને લાકડી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુુજબ જોડિયા તાલુકાના અંબાલા ગામની સીમમાં ખેતી કરતાં ગોરધનભાઇ જાદવજી અંદરપા(ઉ.વ.65)નામના વૃધ્ધે તેના નાનાભાઇની ખેતીની જમીનમાં મણીબેન અને તેના પતિ પૂછયા વગર ગાયો-ભેંસો ચરાવતાં હોય જેથી વૃધ્ધે દંપતિને ભેંસો ચરાવવા બાબતે કહેતાં ઉશ્કેરાયેલાં મણીબેને જમીન પર પડેલો પથ્થર વૃધ્ધના કપાળમાં માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતાં. તેમજ મહિલાના પતિએ લાકડી વડે માર મારતાં વૃધ્ધને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયા બનાવની જાણ થતાં એએસઆઇ પી.ડી.જરૂ તથા સ્ટાફે ઘવાયેલાં વૃધ્ધના નિવેદનના આધારે મણીબેન અને તેણીના પતિ રાણા ગોકળ ભરવાડ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular