Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકોરોના વકર્યો : શાક વિક્રેતાઓના કોરોના પરીક્ષણ

કોરોના વકર્યો : શાક વિક્રેતાઓના કોરોના પરીક્ષણ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે. એક સપ્તાહ પૂર્વેથી ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થયા બાદ સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. જેમાં શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

- Advertisement -

દરરોજ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને કારણે રાજ્ય સરકાર એકશન મોડમાં આવી ગઇ છે અને રાત્રિ કફર્યૂૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે અને ધો.1 થી 9 ના શૈક્ષણિક વર્ગો ઓફલાઈન બંધ કરી દેવામાં આવ્યા છે. કોવિડની નવી ગાઈડલાઈન મુજબ આજથી રાત્રિકફર્યૂના સમયમાં વધારો થઈ જશે. કોવિડ સંક્રમણ વકરતા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની સૂચનાથી આરોગ્ય ટીમ દ્વારા બે દિવસથી શહેરના ભીડભાડવાળા સ્થળોએ કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શુક્રવારે સાંજે શહેરમાં કોરોનાના 40 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 50 પોઝિટિવ કેસ આવ્યા હતાં. જેથી બીજા દિવસે આરોગ્ય ટીમ દ્વારા દિપક ટોકીઝ પાસે આવેલી શાકમાર્કેટ વિસ્તારમાં 200 થી વધુ લોકોના કોવિડ પરીક્ષણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular